અમદાવાદ,તા.૧૪
અમદાવાદમાં બોલીવૂડની ફિલ્મથી પ્રેરિત થઈને લોકોને છેતરી પૈસા કમાવવાનો કિસ્સો સામે આવ્યો છે. ૫ શખ્સોએ બોલીવુડ ફિલ્મ ‘સ્પેશિયલ ૨૬’થી પ્રેરિત થઇને આ પ્લાન બનાવ્યો તો ખરો, પરંતુ ફિલ્મમાં ‘સ્પેશ્યલ ૨૬’ની ટીમે સીબીઆઈને તો ઝાંસો આપી દીધો હતો, પણ અમદાવાદનાં વેપારીને છેતરનાર આ ટોળકી પહેલા ગુનામાં જ અમરાઈવાડી પોલીસનાં હાથે ઝડપાઈ ગઈ હતી.
આ ઘટનામાં ફિરોઝ પઠાણ અને રફિક ચૌધરી નામનાં બે શખ્સો અમરાઇવાડી ઝોન ૫ સ્ક્વોડનાં સકંજામાં છે. આ લોકોનાં ઇરાદાઓ કંઇક ‘સ્પેશ્યલ-૨૬’ જેવા હતા. રફિક ચૌધરી અને ફિરોઝ પઠાણ તેમજ તેમનાં અન્ય ૩ સાથીદારો સહિત આ લોકોનું પ્લાનિંગ લોકોને લુંટવાનું હતુ કે જે તેમનો આસાન શિકાર હોય. ગુનાની દુનિયામાં પગ રાખતા પહેલાં જ આ ખેલાડી માત ખાઇ ગયા અને પોલીસનાં હાથે ઝડપાઇ ગયા. પોલીસે તેમની પાસેથી ૪ લાખ રૂપિયા કેશ અને નકલી આઇટી ઓફિસરનું આઇ કાર્ડ સહિત ૪ લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્લાન રફિક ચૌધરીનો હતો, કારણ કે એણે જ આ રોલ કરવાનો હતો, જેમાં એ આઇટી ઓફિસર લાગે અને વેપારી પર રોફ જમાવે. એને અંદાજ હતો કે વેપારી પાસે બ્લેકનાં રૂપિયા છે જેનો એની પાસે હિસાબ નથી. પ્લાન સક્સેસ પણ ગયો, પરંતુ પહેલી ‘સ્પેશ્યલ ૨૬’ની એમની રિયલ ટ્રેપ સક્સેસફુલ ના રહી. બેરોજગારી અને પૈસાની તંગીએ આ ૨ આરોપીઓ સહિત અન્ય ૩ને ‘સ્પેશ્યલ ૨૬’ની તર્જ પર વેપારીઓને છેતરીને પૈસા પડાવવાનો પ્લાન બનાવવા મજબુર કર્યા, પરંતુ તેમને સપનેય ખ્યાલ નહોતો કે તેઓ આ રીતે આસાનીથી પોલીસની જાળમાં ફસાઇ જશે. તેમનું પ્લાનિંગ નિષ્ફળ ગયુ, હવે પોલીસ તેમના અન્ય સાથીઓને પકડવા માટેની કાર્યવાહીમાં લાગી ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





