છત્તીસગઢમાં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના નવ લોકોના મોત

0
7

રાયપુર,તા.૧૪
છત્તીસગઢના રાજનંદગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં, ૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોંગરગઢ જઇ રહેલી કાર હાઇવે પર ટ્રક સાથે અથડાઈ હતી. આ કારમાં એક જ પરિવારના ૯ લોકોનાં મોત થયાં હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કાર ટ્રકને ઓવરટેક કરી રહી હતી.
નવરાત્રિના કારણે આ હાઇવે વન-વે હતો. ઇજાગ્રસ્ત લોકોને મનકી હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો. હાલ અન્જારા બાય પાસેને બંધ કરવામાં આવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે બંને વાહનો નેશનલ હાઇવે મુંબઇ પરથી ખૂબ ઝડપથી પસાર થઇ રહ્યાં હતા. આ ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર દુર્ગા જિલ્લાના ભિલાઇના રહેવાસી એક જ પરિવારના ૯ લોકોનાં મોત થઇ ગયા હતા.
આ તમામ લોકો ડોંગરગઢના માતા બમ્લેશ્વર ટેમ્પલથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ ઘટના બાદ રસ્તા પરથી પસાર થતા લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
જાણકારી મળ્યા બાદ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી અમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી અને મૃતકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY