લૂંટેરી દુલ્હન સહિત ૩ લોકો વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

0
131

અમદાવાદ,
તા.૨૩/૦૩/૨૦૧૮

લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા સહિત ૩ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની વિગત અનુસાર અમદાવાદના એક યુવકે આ યુવતી સાથે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. મહત્વનું છે કે આ યુવકની પહેલી પત્નીનું મૃત્યુ એક વર્ષ પહેલા થયું હતું. જેથી તેને બીજા લગ્ન વર્ષ ૨૦૧૭માં આ યુવતી સાથે કર્યા હતા.

મહત્વનું છે કે આ યુવક યુવતીએ લગ્ન કર્યા બાદ એક ફ્લેટ ખરીદ્યો હતો. પરંતુ યુવકે આ ફ્લેટ મંજુલાના નામે ન કરતા તે ફરાર થઈ ગઈ હતી. અને બાદમાં સપના નામની એક યુવતી આ યુવકને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી. અને આ યુવતી માનવ અધિકાર પંચની ઓળખાણ આપી હતી. તો આ સાથે જ વિપુલ નામના શખ્સે એડવોકેટ તરીકેની ઓળખ આપી ધમકી આપી રહ્યો હતો.

જેથી આ યુવકે કંટાળીને આ લૂંટેરી દુલ્હન સહિત ૩ લોકો વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ સમગ્ર મામલે સોલા પોલીસ લૂંટેરી દુલ્હન મંજૂલા ઉર્ફે મિતાની અને તેના સાથીદારોની શોધ કરી રહી છે. અને તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY