દારૂબંધી..!! નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, ૧.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત

0
108

મોરબી,
તા.૨૩/૦૩/૨૦૧૮

રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂનો વેપાર કરતાં હોય છે. ત્યારે હવે મોરબી જિલ્લાના સરધારકા ગામમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેરમાં છેલ્લા ઘણા સમયથી વોટર સપ્લાઇના નામે વિદેશી નકલી દારૂની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, જાકે પોલીસને આ અંગેની બાતમી મળતા દરોડા પાડ્યાં હતા. પોલીસે દરોડા પાડીને ૧ લાખ ૯૬ હજાર રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવાની સાથે સાથે ૬ શખ્સોની ધરપકડ પણ કરી છે. જાકે વાંકાનેર તાલુકા પોલીસે ગૂનો દાખલ કરીને હાલમાં આ અંગેની આગળની તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY