સુરત,
તા.૨૮/૪/૨૦૧૮
સુરત સિવિલમાં પીઆઇયુ વિભાગની બેદરકારી, મેઇન્ટેનન્સના અભાવે ઘટના બની
વિવાદનો પર્યાય બની ચૂકેલી નવી સિવિલ હોસ્પટલનો પીઆઈયુ વિભાગ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ગુરુવારે રાત્રે સિવિલ હોસ્પટલના બાળકોના વોર્ડમાં છતની બીમનો ખરીને ફોલ્સ સિલિંગ પર પડતા આખે આખુ સિલિંગ તુટી પડ્યું છે. સિલિંગ તુટી પડતા વોર્ડમાં ધમાચકડી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં તમામ ૩૫ બાળ દર્દીઓનો ચમત્કારિક બચાવ થયો છે.
નવી સિવિલમાં ગુરુવારે મોડી રાત્રે પહેલા માળે આવેલા પોસ્ટ નેટલના વોર્ડમાં અચાનક ફોલ્સ સિલિંગ તૂટી પડી હતી. મોડી રાત્રે ધડાકા ભેર સિલિંગ તુટી પડતા બાળ દર્દીઓ તેમજ સાથે રોકાયેલા પરિવારના સભ્યોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો અને ધમાચકડી મચી ગઈ હતી. ગભરાયેલ તમામ દર્દીઓ વોર્ડની બહાર દોડી આવ્યા હતા. ભારે હોબાળો મચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ બાળ દર્દી કે સાથે રોકાયેલા પરિવારના સભ્યને ઈજા થઈ ન હતી. બાળકોના વોર્ડની જર્જરીત થઈ ગયેલી છતના બીમનો મોટો પોપડો ખરી પડતા તેના વજનને કારણે ફોલ સિલિંગ તુટી પડી હોવાનું સામે આવ્યું હતું.
પોસ્ટ નેટલના વોર્ડમાં જર્જરીત થઈ ગયેલી છતના બીમનો મોટો પોપડો ખરીને પીઓપી કરાયેલા ફોલ સિલિંગ પર પડ્યો. બીમના ભારેખમ વજનના તૂટી પડેલા પોપડાને કારણે ફોર સીલીંગનો મોટો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદ નસીબે ફોર સિલિંગના નીચેના ભાગે ફર્નિચરનું પાર્ટિશન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી.
પહેલા માળે આવેલા પોસ્ટ નેટલ વોર્ડમાં ૩૫ શિશુઓ હતા. જાકે દરેકના પલંગની આજુ બાજુ પ્લાઇવુડના પાર્ટિશન બનાવેલા હોવાથી સિલિંગ સીધું શિશુઓ પર પડ્યું ન હતું અને પાર્ટીશન પર અટકી ગયું હતું. જેને કારણે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો અન્યથા મોટી દુર્ઘટના સર્જાઇ હોત.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





