પોર્ટુગલના મદીરા દ્વીપ પર થયેલ બસ અકસ્માતમાં ૨૯ પ્રવાસીના મોત

0
7

મડેરા,તા.૧૮
પોર્ટુગલના મડેરા હોલિડે આઇલેન્ડમાં એક કોચ બસને અકસ્માત નડતાં ૨૯ લોકોનાં મોત થયા છે. આ બસ આઇલેન્ડની રાજધાની ફૂંચલ જઇ રહી હતી અને તેમાં ૫૫ પેસેન્જર્સ સહિત ૧ ગાઇડ હતો. સેન્ટ્રલ કેલિફોર્નિયાના સિટી સાન્તા ક્રૂઝ મેયર ફિલિપ સોસાએ કહ્યુ કે, આ અકસ્માતમાં ૧૨ પુરૂષો અને ૧૭ મહિલાઓના મોત થયા છે. મોટાંભાગના જર્મનીના નાગરિકો હતા. પોર્ટુગિઝ નેશનલ ન્યૂઝ એજન્સી અનુસાર, અન્ય ૨૨ લોકો ઘાયલ થયા છે.
રિપોટ્‌ર્સ અનુસાર, ડ્રાઇવરે વળાંક પર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગઇ અને ટેકરી પર આવેલા એક મકાન પર પડી હતી. બસ ઓવરટર્ન્ડ થઇ ગઇ અને નજીકની રિમોટ હોટેલની નજીક ઉંધી પડી ગઇ હતી.
આ તમામ પેસેન્જર બપોરનું ભોજન લેવા જઇ રહ્યા હતા. ઇમરજન્સી સર્વિસે કહ્યું કે, સાંજે ૬.૩૦ વાગ્યે અંદાજિત ૧૪ જેટલી એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે મોકલી આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY