મધ્યપ્રદેશમાં ટ્રકે બે રિક્ષાને ટક્કર મારતાં ૧૦ લોકોના કરૂણ મોત

0
104

ભોપાલ,
તા.૭/૪/૨૦૧૮

કટની-ઉમરિયા નેશનલ હાઈ-વે ૭૮ પર બની ઘટના,ચાર લોકો ઘાયલ

મધ્યપ્રદેશના કટની-ઉમરિયા નેશનલ હાઇવે ૭૮ પર શનિવારે રોડ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થઇ ગયા છે. પોલીસે ૪ ઘાયલોને હોસ્પટલમાં દાખલ કરાવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમરિયા તરફ જઇ રહેલી બેકાબૂ ટ્રકે બે ઓટોરિક્ષાને ટક્કર મારી. અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા અને ઘાયલો માટે ૫૦ હજાર રૂપિયાના વળતરનું એલાન કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અકસ્માત શનિવારે સવારે સાડા ૯ વાગે બડવારા પોલીસ-સ્ટેશન વિસ્તારમાં થયો. અહીંયા નેશનલ હાઇવે ૭૮ પર ટ્રક કટનીથી ઉમરિયા તરફ જઇ રહ્યો હતો, જ્યારે ૨ ઓટોરિક્ષા ઉમરિયાથી કટની તરફ જઇ રહી હતી. મઝગાંવ પાસે ટ્રક બેકાબૂ થઇ ગયો અને ઓટોરિક્ષાને ટક્કર મારી દીધી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રક અતિશય સ્પીડમાં હતી. ટક્કર પછી એક ઓટોરિક્ષા ઘણે ફૂટ દૂર જઇને પલટી ખાઇ ગઇ, જ્યારે બીજીને ટ્રકે કચડી નાખી. તેમાં બેઠેલા ૯ લોકોના મોત થઇ ગયા, જ્યારે આશરે ૫ લોકો બંને ઓટોરિક્ષામાં ફસાયેલા હતા. રાહદારીઓએ ગામલોકોની મદદથી તેમને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી.

અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો. ઘટનાને લઇને લોકો અત્યંત રોષે ભરાયા અને તેમણે હાઇવે જામ કરી દીધો. ત્યારબાદ પોલીસે તેમને સમજાવીને ટ્રાફિક સામાન્ય કર્યો.

જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો માછલીઓ મારવા માટે બે ઓટોરિક્ષામાં સવાર થઇને બનહરા તળાવ ગયા હતા. અહીંથી ઘરે પાછા ફરતા સમયે અકસ્માત થયો. તેઓ માછલીઓ વેચવા માટે કટની જવાના હતા. મૃતકોમાં કેટલાકની ઓળખ ભીમ સિંહ, સુનીલ ચૌધરી, નીલુ બધેલ તરીકે થઇ છે.

ઘટના પછી ધારાસભ્ય સંદીપ જયસ્વાલ પણ સ્થળ પર પહોંચ્યા. ઘાયલોને હોસ્પટલમાં દાખલ કરાવ્યા બાદ મુખ્યમંત્રીને અકસ્માતની જાણકારી આપી. સીએમ શિવરાજે દુઃખ દર્શાવતા મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાના વળતરનું એલાન કર્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY