મધ્યાહન ભોજનમાં હવે બાળક દીઠ 10 ગ્રામ ચણા નો નાસ્તો,જાણે એક મજાક….?!

0
292

નર્મદા જિલ્લા માં મધ્યાહન ભોજન માં હવે શાળા ના બાળકોને સાંજે નાસ્તો આપવા સરકાર તૈયાર,પણ દસ ગ્રામ ચણા નો નાસ્તો કે મજાક…?!

રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માંં મધ્યાાહન ભોજન ના કર્મચારીઓ માં નારાજગી

રાજપીપળા: રાજ્ય સરકાર સ્કૂલો માં ભણતાા બાળકો ને મધ્યાહન ભોજન ઘણા વર્ષો થી આપે છે પરંતુ એમાં પણ વારંવાર ઓછું કે સડેલું અનાજ મળતું હોવાની બૂમો સંભળાઈ છે સાથે સાથે નર્મદા જિલ્લા માં મધ્યાહન ભોજન ના 800 જેવા કર્મચારીઓને વારંવાર પગાર માટે ફાંફા મારવા પડે છે કેમકે સમયસર પગાર થતોજ નથી અને મામૂલી પગાર મેળવવા કર્મચારીઓ ફાંફા મારતા હોય છે ત્યા્યારે ઉપર થી સરકાર ના નવા નવા તાયફાઓ ઉમેરાતા કામનું ભારણ પણ વધે છે છતાં આ જિલ્લા માં નોકરીનો અન્ય કોઈ ખાસ વિકલ્પ ન હોવાથી કર્મચારીઓ મજૂબૂર થયા છે હાલમાંજ સરકાર દ્વારા મધ્યાહન ભોજન માં હવે સાંજ ના સમયે બાળકોને નાસ્તો આપવા નવો કાયદો આવ્યો પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સ્કૂલ માં ભણતા બાળકોને દેશી ચણા નાસ્તા માં આપવા ના હોય આ ચણા ની માત્ર એક બાળક દીઠ માત્ર દસ ગ્રામ નક્કી કરી જે તે મધ્યાહન ભોજન કેન્દ્ર ને કુલ બાળકો મુજબ બાળક દીઠ દસ ગ્રામ ચણા લેખે અપાતા ખુદ મધ્યાહન ભોજન ના કર્મચારીઓ પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા છે બાળક દીઠ માત્ર દસ ગ્રામ ચણા નો નાસ્તો એ નાસ્તો કહેવાય કે મજાક ….?! શું સરકાર સ્કૂલોમાં ભણતા ગરીબ બાળકો નો નાસ્તા ના નામે મજાક ઉડાડે છે…?! જોકે મધ્યાહન ભોજન કેન્દ્રો માં અપાતા અનાજ પૈકી અમુક દાળ પણ સમયસં ન આવતા મધ્યાહન ભોજન ના નામે સસ્તી પ્રસિધ્ધિ મેળવતી સરકારે આ કેન્દ્રો બંધ કરી અન્ય કોઈ વિકલ્પ ઉભા કરવા જોઈએ અથવા સમયસર અનાજ અને કર્મચારીઓ ના સમયસર પગાર થાય એ તરફ ખાસ ધ્યાન એવી જોઈએ સાથે સાથે કારમી મોંઘવારી માં આ કર્મચારીઓ ને મળતો પગાર વધારવા કોઈ ખાસ આયોજન પણ કરવું જોઈએ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY