મહિલા પ્રયોગ કરે તે પહેલાં જ સાપે મહિલાને ડંખ મારતાં મોત

0
24

બીજિંગ,તા.૨૬
એક ચીની મહિલાએ જુવાની પરત મેળવવા કરેલો પ્રયોગ તેણે ભારે પડી ગયો છે. આ પ્રયોગમાં એક અલગ પ્રજાતિના સાપની જરૂર હતી. જે માટે મહિલાએ આ સાપની શોધખોળ ઓનલાઇન કરતાં તેણે આ સાપને ઓનલાઇન મગાવ્યો હતો. જાકે, મહિલા પ્રયોગ કરે તે પૂર્વે જ સાપે મહિલાને ડંખ મારતાં મહિલાનું મોત થઈ ગયું છે. ૨૧ વર્ષની મહિલા સાંગશી ચીનના ઉત્તર પ્રાંતમાં રહેતી હતી. મંગળવારે રાત્રે તેનું મોત થયું છે. જેને ૯ દિવસ પહેલાં એક સાપે દંશ માર્યો હતો.
મહિલાએ ઇ કોમર્સ પ્લેટફોર્મ મારફતે જુઆનજુઆન સાપની ખરીદી કરી હતી. જે સાપને દક્ષિણ પ્રાંતના ગુઆન ડોગ વિસ્તારના એક વેપારીએ વેચાણ કર્યો હતો. સાપની આ પ્રજાતિ ઝેરી છે. સાપની એક સ્થાનિક કુરિયર કંપનીએ ડિલિવરી કરી હતી. કુરિયર કંપનીને પણ ખબર નહોતી કે તેઓ જે ડિલીવરી કરી રહ્યાં છે તેમાં સાપ છે. મહિલા આ સાપની મદદથી પારંપરિક વાઇન બનાવવાની હતી. જેને સ્નેક વાઈન કહેવામાં આવે છે.
સ્નેક વાઈનમાં સાપને ડૂબાડીને દારૂ બનાવાય છે. જેને પીવાથી હંમેશાં જુવાન રહેવાય છે. તેવું માનતી આ મહિલા આ પ્રયોગ કરવા જઈ રહી હતી. સાપ મહિલાના ઘરમાંથી ભાગી ગયો હશે તેમ મનાતું હતું પરંતું શોધખોળ હાથ ધરાતાં આ સાપ મહિલાના ઘરમાંથી જ મળી આવ્યો હતો. ઓનલાઇન પ્લેટફોર્મ પર વન્ય જીવોના વેચાણ પર પ્રતિબંધ છે પણ સ્થાનિક ઓનલાઇન પ્લેટફોર્મ આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY