વર્લ્ડકપમાં આજે ભારત સામે સાઉથ આફ્રિકા માટે ‘કરો યા મરો’નો મુકાબલો

0
3

સાઉથેમ્પ્ટન,તા.૪
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯નો મુકાબલો આજે સાઉથેમ્પ્ટનમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ ભારતનો રેકોર્ડ ખૂબ ડરામણો રહ્યો છે. પરંતુ હાલના ફોર્મને જાતા ભારતનું પલ્લું દક્ષિણ આફ્રિકા પર ભારે પડતું દેખાઇ રહ્યું છે. બીજી બાજુ, સ્પિનરો સામે રમવામાં નબળી ગણાતી આ ટીમને કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ભારે પડી શકે એમ છે.
દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ કપ ૨૦૧૯માં અત્યાર સુધી પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ અને બીજી મેચમાં બાંગ્લાદેશની સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમ ઈન્ડિયાની વિરૂદ્ધ હાર તેના માટે આ ટુર્નામેન્ટમાં મુશ્કેલી ઉભી કરી દેશે. આ મેચમાં સાઉથ આફ્રિકા જીત માટે જી-જાન લગાવી દેશે.
આજે વરસાદ પડવાની તેમ જ વાદળિયાં હવામાનની આગાહી છે. એ જાતાં, ભુવનેશ્ર્વર કુમારને જસપ્રીત બુમરાહ અને મોહંમદ શમી ઉપરાંતના ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રમાડવામાં આવશે એવી સંભાવના પણ નકારી ન શકાય. એવું જા થશે તો કુલદીપ અથવા ચહલમાંથી કોઈ એકને પડતો મૂકવામાં આવશે. આૅલરાઉન્ડર તરીકે ટીમમાં કેદાર જાધવ અથવા વિજય શંકરમાંથી કોઈ એકને રમાડાશે.
મેચ પહેલા યોજાનારી આ પત્રકાર પરિષદ માટે ભારતીય મીડિયા અહીં બે કલાકથી વધુ સમય સુધી ખેલાડીઓની રાહ જાઈ રહ્યું હતું. પરંતુ ટીમ ઈÂન્ડયાના મેનેજમેન્ટે નેટ બોલરોને પત્રકાર પરિષદમાં મોકલીને ચોંકાવી દીધા. મીડિયા તે વાતથી હેરાન હતું કે ભારતીય ટીમની સાથે નેટ પ્રેÂક્ટસ માટે આવેલા બોલર આખરે કઈ રીતે ટીમની વિશ્વકપની તૈયારીઓ અને યોજનાઓ વિશે જણાવી શકશે?
મીડિયાએ અહીં વિરોધ કર્યો કે આખરે બે યુવા ખેલાડી, જે ટીમમાં નથી તે કેઈ રીતે આફ્રિકા વિરુદ્ધ રમાનારી વિશ્વકપની મેચના સવાલોના જવાબ આપશે. મીડિયાએ અહીં નારાજ થઈને આ પત્રકાર પરિષદનો બહિષ્કાર કર્યો અને બાદમાં આ પીસી રદ્દ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY