મહિલાને છેતરી સોનાના ઘરેણાં તફડાવી લેતા ૨ ગઠિયા ફરાર

0
73

અમદાવાદ,તા.૧૩
માધુપુરામાં દેવજીપુરા બસ સ્ટેશન નજીક બે ગઠિયાએ એક મહિલાને છેતરી સોનાના ઘરેણાં તફડાવી લેતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, રાણીપ વિસ્તારમાં રત્નપ્લાઝા કોમ્પલેકસમાં રહેતી ગીતાબહેન મુકેશભાઇ પટેલ નામની મહિલા ૧૧ વાગ્યાના સુમારે દેવજીપુરા બસસ્ટેશન પાસે ઊભી હતી ત્યારે બે ગઠિયાએ તેમની પાસે આવી વિશ્વાસમાં લઇ કÌšં હતું કે તમારા ઘરેણાં અમને આપી દો તેના બદલામાં અમે તમને રૂપિયાના બંડલ ભરેલું બોકસ રાખો.
ગઠિયાની વાતોમાં આવી જઇ ગીતાબહેને પોતાનાં ઘરેણાં સોનાની સેર, બુટી, વિંટી મળી આશરે રૂ.૪૦ હજારની કિંમતના ઘરેણાં આ ગઠિયાના હાથમાં આપ્યા હતા અને રૂપિયાનું બંડલ ભરેલું બોકસ ગઠિયા આ મહિલાના હાથમાં પધરાવી ફરાર થઇ ગયા હતા.
થોડીવાર બાદ ગીતાબહેને ગઠિયાએ આપેલ બોકસ ખોલીને જાતા આ બોકસમાંથી કાગળના બંડલ અને સ્ટેપલર નીકળતા ગીતાબહેનને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે તેમણે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી ઘરેણાં તફડાવી ફરાર થઇ ગયેલા બંને ગઠિયાનો કોઇ પત્તો લાગ્યો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY