ગોંડલનાં મોતીસર ડેમનો ગેટ લીક થતાં જીવના જાખમે રિપેરિંગ કામ

0
103

રાજકોટ,તા.૧૩
રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મૂશળધાર વરસી રહ્યા છે. રાજકોટ શહેરમાં ગઇકાલથી લોકો ધોધમાર વરસાદની રાહ જાઇ રહ્યા હતા. ત્યારે આજે શુક્રવારે બપોર બાદ શહેરમાં મૂશળધાર વરસી રહ્યા છે. ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી મોતીસર ડેમનો ગેટ લીક થતા સિંચાઇ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. સિંચાઇ વિભાગના કર્મચારીઓ જીવના જાખમે રિપેરિંગ કામ કરી રહ્યા છે. રાજકોટના મવડીમાં ધોધમાર વરસાદથી ગોઠણડૂબ પાણી ભરાયા છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૩૨ જવાનોને જિલ્લામાં સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપ્યો છે. ઓવરફ્લો ડેમની આજુબાજુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકોને સ્થળાંતર થવાની અપીલ પણ કરી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદના પગલે કલેક્ટર તંત્ર સહિત ફાયરના જવાનોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારે વરસાદના પગલે કલેક્ટરે ઇમરજન્સી નંબર (૦૨૮૧૨૪૭૧૫૭૩) પણ જાહેર કર્યો છે. કોઇ પૂર કે પાણીમાં ભારે પરેશાન હોય કે ફસાયેલું હોય તો કોઇને ધ્યાને આવે તો આ નંબર પર ફોન કરવા અપીલ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY