દિલ્હીના હાઈવે પર બે દાયકાથી આધેડ મહિલા ટ્રકનાં પંક્ચર કરે છે

0
82

ન્યુ દિલ્હી,તા.૪
આમ તો સામાન્ય રીતે ગેરેજ પર અને ખાસ કરીને પકંચર કે વ્હીલ બદલવાની કામગીરીમાં મોટાભાગે પુરુષ જ જાવા મળે છે. પરંતુ દિલ્હીના હાઈવે પર છેલ્લાં ૨૦ વર્ષથી એક આધેડ મહિલા ગણતરીની મિનિટોમાં જ ટ્રકોનાં વ્હીલ બદલી અથવા તેના પંકચર પણ કરી નાખે છે.
દિલ્હીમાં રહેતાં ૫૫ વર્ષીય શાંતિદેવી એક એવા મહેનતુ મહિલા છે કે તેમની સાથે કેટલાક યુવાનો પણ કામ કરી ન શકે. શાંતિદેવી દિવસના ૧૨ કલાક કામ કરે છે. તેઓ છેલ્લા બે દાયકાથી નેશનલ હાઈવે ચાર પર આવેલા સંજય ગાંધી નગર ટ્રાન્સપોર્ટ ડેપો (આઝાદપુર બજાર)માં પંકચર બનાવવાનું અને વ્હીલ બદલવાનું કામ કરી રહ્યાં છે.
આ અંગે શાંતિદેવીએ જણાવ્યું કે તેઓ હાલ દરરોજ ૧૨ કલાક કામ કરે છે અને દિવસમાં ૧૦ થી ૧૫ જેટલી ટ્રકોનાં પંકચર બનાવે છે. આ ઉપરાંત તેઓ ૫૦ કિલો વજનવાળાં ટાયરને પણ આરામથી બદલાવી શકે છે. તેમનાં આવાં કામને જાઈને કેટલાક યુવાનો પણ શરમાઈ જાય છે.
કારણ આવા ભારેખમ ટાયરને તેઓ પણ ઊંચકી શકતા નથી તો શાંતિદેવી કેવી રીતે આવી કામગીરી કરી શકે છે? ઢળતી જતી ઉમરમાં પણ શાંતિદેવી આ રીતે મહેનતનું અને તાકાતનું કામ કરી શકે છે તેને જાઈને યુવાનો પણ અચંબિત થઈ જાય છે.
આમ તો સામાન્ય રીતે આવું કામ પુરુષો દ્વારા જ કરવામાં આવતું હોય છે. પરંતુ દિલ્હીનાં શાંતિદેવી છેલ્લાં ૨૦ વર્ષથી આવી કામગીરી કરી રહ્યાં છે. તેની હાઈવે પરથી પસાર થતાં અનેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY