પાક.ના પંજાબ વિસ્તારમાં પત્રકારની ગોળી મારી હત્યા

0
74

ઈસ્લામાબાદ,તા.૪
પાકિસ્તાનના પંજાબ વિસ્તારના સાંબાડી શહેરમાં એક પત્રકાર પરિષદની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પત્રકાર જીશાન અશરફ બટ્ટને એવા સમયે ગોળી મારવામાં આવી હતી જ્યારે તે પોલીસને ફોન કરી રહ્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
એક મળતી જાણકારી મુજબ પત્રકાર જીશાન અશરફ બટ્ટ સ્થાનિક પેપર નવા-એ-વક્તમાં કામ કરતો હતો.
પત્રકારે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે સંઘ પરિષદના અધ્યક્ષ ઇમરાન તેને ગોળી મારવા આવી રહ્યો છે. તે જ સમયે કેટલાક અજાણ્યા શખસો આવી તેની ગોળી મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારોની હાલત ઘણી ખરાબ છે.
દેશમાં જુલ્મ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી રહી છે. હાલમાં જ રાવલપિંડીમાં અજાણ્યા હુમલાવરોએ એક પત્રકાર પરિષદની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે પત્રકારનું નામ અંજુમ મુનેર રાજા હતું. પોલીસે જણાવ્યું છે કે અંજુમ મોડી રાત્રે બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. તે સમયે તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY