પોસ્ટ ઓફીસ બૅન્કની શરૂઆત, ૫.૫ ટકા વ્યાજની સાથે મળશે અનેક સુવિધાઓ

0
102

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

ભારતીય પોસ્ટ વિભાગે ૧ એપ્રિલથી દેશભરમાં પોસ્ટ આૅફિસ પેમેન્ટ્‌સ બેન્કની શરૂઆત કરી દીધી છે. આ પેમેન્ટ્‌સ બેન્કમાં તમને એક સામાન્ય બેન્કની જેવી જ અનેક સુવિધા મળશે. જ્યાં કેટલીક સુવિધાઓ માટે ચાર્જ ચૂકવવાનો રહેશે, તો કેટલીક સુવિધાઓ ફ્રી મળશે.

તમે પોસ્ટ ઓફીસ બેન્કમાં ત્રણ પ્રકારના ખાતા ખોલાવી શકો છો. પહેલું રેગ્યુલર એકાઉન્ટ ‘સફલ’, બીજું બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ ‘સુગમ’ અને ત્રીજુ સ્માલ સરલ ખાતુ ખોલાવી શકો છો.

ડિપોઝીટ
સફલ ખાતુ ખોલાવવા માટે તમારે ૧૦૦ રૂપિયાની ડિપોઝીટ પવી પડશે. તેવામાં અન્ય બે ખાતા ખોલાવવા માટે તમારે કોઇપણ પ્રકારની રકમ જમા કરાવવાની નથી. અહી તમને ૫.૫ ટકા વ્યાજ મળશે.

મિનીમમ બેલેન્સ
આ ત્રણેય ખાતાઓમાં તમને મિનમમ બેલેન્સ રાખવાની કોઇ જરૂર નથી. જા કે તમે આ ખાતાઓમાં વધુમાં વધુ કેટલું બેલેન્સ રાખી શકો છો તેની સીમા નક્કી કરવામાં આવી છે.

મહત્તમ સીમા
જા તમે સફલ અને સુગમ ખાતામાં ૧ લાખ રૂપિયા સુધીનું બેલેન્સ રાખી શકો છો. જા કે સરલ ખાતામાં સીમા ૫૦ હજાર રૂપિયા છે. ત્રણેય પર નોમિમેશનની સુવિધા પણ આપવામાં આવે છે.

એટીએમ કાર્ડ ચાર્જ
એટીએમ કાર્ડ મેળવવા માટે તમારે કોઇ ચાર્જ આપવાનો નથી. જા કે તે પછી તમે કાર્ડ લેવા માંગો તો તમારે ૧૦૦ રૂપિયા ચાર્જ પવો પડશે ને બીજા વર્ષે મેન્ટેઇનન્સ ચાર્જ તરીકે ૧૦૦ રૂપિયા આપવા પડશે.

મોબાઇલ એલર્ટ
ત્રણેય ખાતાઓ માટે તમને ફ્રી મોબાઇલ એલર્ટ આપવામાં આવશે. તેની સાથે મંથલી એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ ફ્રી મળશે. જા કે તમે પિન જનરેટ કરવા માંગો તો તેના માટે તમારે ૫૦ રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.
સફલ અને સુગમ ખાતાધારક એક દિવસમાં ૨૫ હજાર રૂપિયા એટીએમ માંથી વિડ્રો કરી શકે છે જ્યારે સરલ ખાતા ધારક માટે આ સીમા ૧૦ હજાર રૂપિયાની છે.

પોસ્ટ ઓફીસ પેમેન્ટ્‌સ બેન્કના અન્ય ચાર્જિસ અને ટ્રાન્જેક્શન સાથે સંબંધિત માહિતી તમે પોસ્ટ ઓફીસ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી મેળવી શકો છો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY