મહિસાગરમાં ચોરી કરતી ગેંગઝડપાઈ,ટીમમાં ખુદ ગ્રામ પંચાયતનો સરપંચ પણ સામેલ

0
19

મહીસાગર,તા.૨૪
ગુજરાતમાં ચોરીના બનાવોની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજે મહીસાગર જિલ્લામાં પકડાયેલા ચોરો અંગે જાણીને તમને હસુ આવશે. જી હા મહિસાગર જિલ્લામાં ચોરી કરતી ગેંગ પકડાઇ તેમાંથી એક તો ખુદ ગ્રામ પંચાયતનો સરપંચ પણ સંડોવાયેલો છે.
સંતરામપુરના ગોઠીબ ગામે એક જ મહિનામાં રાત્રિના સમયે ૫ લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદી અને રોકડ રકમ ની ચોરી કરનાર ૬ આરોપીને કડુચી ચોકડી પાસેથી મહીસાગર એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લામાં એક પછી એક ચોરીની ઘટના બનતા મહીસાગર પોલીસ દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરાઇ હતી. આ દરમ્યાન શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરતાં જિલ્લામાં ચોરી કરનાર ૬ આરોપીને એલ.સી.બી દ્વારા ઝડપી પાડ્યા છે.
મહીસાગર જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ૬ આરોપી દાહોદ જિલ્લાના છે. જા કે ૬ પૈકીનો એક આરોપી સ્થાનિક ગ્રામ પંચાયતનો સરપંચ છે. આ સરપંચ દ્વારા રેકી કરાઇ અને ત્યાર બાદ અન્ય ઈસમો દ્વારા ચોરીને અંજામ આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY