બિહારમાં સરકારી કર્મીઓને બખ્ખા : મોંઘવારી ભથ્થુ સાત ટકાથી વધારી ૯ ટકા કરાયું

0
6

પટના,તા.૨૪
દિવાળી પહેલાં વધુ એક રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના સાતમા પગાર પંચ સાથે સંકળાયેલી ખુશખબરી આપી છે. બિહાર સરકારે રાજ્યના કર્મચારીઓ, પેંશનધારીઓ અને પારિવારીક પેંશનધારકોના મોંઘવારી ભથ્થા/ રાહત દર ૭થી વધારીને ૯ ટકા કરી દીધી છે. રાજ્યમાં નવા દર એક જુલાઇ ૨૦૧૮થી લાગૂ થશે. મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
મંત્રીમંડળ સચિવાલય વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્ય સરકારના સેવકો, પેંશનધારકો અને પારિવારિક પેંશનધારકોને ગત એક જુલાઇથી ૭ ટકાના બદલે ૯ ટકા મોંઘવારી ભથ્થું/ રાહત સ્વીકૃતિ પ્રદાન કરવામાં આવી છે. આ નિર્ણયથી ખજાના પર ૪૧૯ કરોડ રૂપિયાનો વધારાનો બોજા પડશે.
આ પહેલાં યૂપીમાં રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના ડીએમાં ૨ ટકાનો વધારો કર્યો હતો. અન્ય રાજ્યોમાં પણ કેંદ્ર સરકારના ડીએ વધારીને ૯ ટકા કર્યા બાદ મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY