સોળસુંબા ખાતે રૂા.૫૪૦ લાખના રસ્તાાના કામોનાં ખાતમુહૂર્ત

0
33

રાજ્યપના દરેક ગામોમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રાજ્યમ સરકાર કટિબધ્ધ હોવાની સાથે વિકાસના માર્ગે પૂરપાટ આગળ વધી રહી છે, તેમ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે રૂા.૫૪૦ લાખના રસ્તાનના કામોના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યુંઉ હતું.
મંત્રી રમણલાલ પાટકરે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યત સરકારે આગામી સમયની માંગોને ધ્યામનમાં રાખી બજેટમાં જોગવાઇ કરી છે. ટ્રાફિકના ભારણોને ધ્યામને રાખી રસ્તાેના કામો કરવામાં આવી રહયા છે. ચારમાર્ગીય રસ્તાાને છ માર્ગીય બનાવાશે. લોકોની અપેક્ષા પૂરી કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવીને કાર્ય કરે તેમજ રસ્તા ના કામો ગુણવત્તાસભર બને તે માટે પૂરતી કાળજી રાખે તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યુંમ હતું.
સોળસુંબા-તુંબ રોડ રૂા. ૨૦૦ લાખ, સોળસુંબા-ટેંભી રોડ રૂા.૧૯૦ લાખ અને પડગામ એપ્રોચ રોડ રૂા.૧૫૦ લાખના ખર્ચે મજબૂતીકરણ કરવાની સાથે પહોળા બનાવાશે.આ પ્રસંગે સાંસદ ડૉ.કે.સી.પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રૂભાઇ ટંડેલે પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. આ અવસરે જિલ્લા પંચાયત કારોબારી અધ્યૂક્ષ મણિભાઇ, નાયબ કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલ સહિત પદાધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિ્ત રહયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY