રાજકોટ એસ ટી ના પાપે જીવ ના જોખમ ખેડતા કોટડાસાંગાણી તાલુકાના મુસાફરો

0
79

(મનીષ ડાકી દ્વારા)
રાજકોટ એસ ટી તંત્ર ના પાપે કોટડાસાંગાણી તેમજ આસપાસના ગામોના લોકો ને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે.રાજકોટ એસ ટી તંત્ર મા કોટડાસાંગાણી રુટ ની બસો અનેક વખત બસ ટાઈમ ટેબલ મુજબ ચલાવવા તેમજ રાજકોટ થી બપોર ના બાર વાગે ઉપડતી કોટડાસાંગાણી રુટ ની બસ ને રાજપરા  સુધી લંબાવવા મા આવે તે માટે અનેક વખત લેખિત  રજુઆતો કરી હોવા છતા એસ ટી તંત્ર ના બહેરા કાન વાળા સત્તાધીશો ના કાને રજુઆતો સંભળાતી નથી જેના કારણે મુસાફરોને તથા રાજકોટ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થી ઓ ને જીવ ના જોખમે છકડા રીક્ષા જેવા વાહનો મા મુસાફરી કરવી પડે છે.તાજેતરમાજ ભાવનગર નજીક ના રંઘોળા પાસે થયેલ અકસ્માત મા 38 લોકો ના મુત્યુ થયા હતા ત્યારે સુ રાજકોટ નુ એસ ટી તંત્ર પણ કોટડાસાંગાણી પંથક મા એસ ટી ના અભાવે આવી કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યુ છે તેમ લાગી રહ્યુ છે. આ અંગે ગુજરાત સરકાર ની કહેવાતી સંવેદનશીલ સરકાર તેમજ એસ ટી ના સત્તાધીસો ધ્યાન દોરે તે જરુરી બન્યુ છે કોટડાસાંગાણી ના પીપલાણા નજીક જીવ ના જોખમે મુસાફરી કરતા મુસાફરો તેમજ છકડો રીક્ષા જોઈ શકાય છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY