એસટી બસ પલટી ખાતા ૨૫ મુસાફરો ઘાયલ

0
16

મહુવા,તા.૧૯
મહુવા નજીક એસટી બસ પટલી મારી જવાની ઘટના બની છે. આ ઘટનામાં ૨૫ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે મહુવાની હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જાફરાબાદ અમદાવાદ રુટની આ એક્સપ્રેસ બસ પટલી ખાતા લોકોના ટોળા એકઠાં થયા હતા. સથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. મળતી માહિતી પ્રમાણે મંગળવારે સવારના સમયે મહુવા પાસેના રોહિસા ચોકડી પાસે જાફરાબાદ અમદાવાદ રૂટની એસટી બસ પસાર થઇ રહી હતી.
આ બસ રોહિસા ચોકડી નજીક પસાર થતી હતી ત્યારે બસ ચાલકે અચાનક સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઇ હતી. બસ પટલી જતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અને આ ઘટનામાં ૨૫ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક લોકોના ટોળા એકઠાં થયા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીની મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ પહોંચી ન્હોતી, ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY