અંબાજી,તા.૧૯
ઈન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. મંગળવારે મહાસુદ પુનમ હોવાથી યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે. પુલવામાં આતંકી હુમલાને લઈ અંબાજીમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમજ મંદિર પરિસરમાં નારિયલ લઈને જવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે.
મહાસુદ પૂર્ણિમા હોવાથી અંબાજીમાં સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જાવા મળી રહી છે. જાકે પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે. અંબાજી મંદિરમાં સુરક્ષાને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અંબાજી મંદિરમાં પોલીસ, જીઆઇએસએફ, બોર્ડરવીંગ સહિત મંદિર ગાર્ડના જવાનો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાયેલા છે. આજે અંબાજી પહોંચેલા યાત્રીઓની તપાસ કર્યા બાદ મંદિરમાં જવા દેવાયા હતા. એટલું જ નહીં સુરક્ષાને લઈ યાત્રિકો પણ જાણે રાહત અનુભવતા હોય તેવું જાવા મળ્યું હતું. શ્રીફળ પણ મંદિરમાં જવા દેવામાં આવતા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




