ભારતમાં ફેરફારોને લઇને હોબાળો વધુ છે : મલાઇકા

0
232

મુંબઇ,તા. ૩૧
ભારતમાં મીટુ અભિયાન હેઠળ જાતિય અત્યાચારનો શિકાર થયેલી મહિલાઓ અને જુદા જુદા ક્ષેત્રોમાં રહેલી ટોપ મહિલાઓ પોતાના અનુભવને રજૂ કરી રહી છે.

બોલિવુડ, ફેશન ઉદ્યોગ, કોર્પોરેટ જગત અને મિડિયા જેવા ક્ષેત્રમાં મહિલાઓ વધુ પ્રમાણમાં જાતિય અત્યાચારનો શિકાર થઇ ચુકી છે. આના કારણે હવે એક પ્રકારથી મીટુ અભિયાન હેઠળ મહિલાઓ તેમની પ્રતિક્રિયા આપી રહી છે. અભિનેત્રી મલાઇકા અરોરા ખાને હવે પોતાની પ્રતિક્રિયા આપી છે. મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે બોલિવુડમાં ફેરફારનો દોર ચાલી રહ્યો છે. તેનુ કહેવુ છે કે ફેરફારના કારણે હોબાળો વધારે થઇ રહ્યો છે.

ભારતમાં હાલમાં ચાલી રહેલા અભિયાન અંગે પુછવામાં આવતા મલાઇકાએ કહ્યુ હતુ કે તેને કોઇ ફેરફાર દેખાતા નથી. તેનુ કહેવુ છે કે તે લોકોની વાત સાંભળી રહી છે. તેને લાગે છે કે ફેરફાર થવાના બદલે હોબાળો વધારે છે. હોલિવુડમાં મીટુ મુવમેન્ટની અસર દેખાયા બાદ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ કરીને ચર્ચા જગાવી હતી. તનુશ્રીએ ફિલ્મ હોર્ન ઓકેના શુટિંગ દરમિયાન તેની સાથે છેડતીનો નાના પર આરોપ મુક્યો હતો. તેના આરોપ બાદ એક ઝુંબેશ શરૂ થઇ હતી.

અન્ય સ્ટાર પણ આગળ આવી હતી. જુદા જુદા ક્ષેત્રોમાં રહેલી મહિલાઓ આગળ આવી હતી. કેટલીક મહિલ પત્રકારો પણ આગળ આવી હતી. મીટુ ઝંબેશના કારણે કેન્દ્રિય પ્રધાન અને પૂર્વ પત્રકાર એમજે અકબરને રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી. બોલિવુડમાં અનેક ટોપની હસ્તી ફસાઇ ગઇ હતી. જેમાં સાજિદ, સુભાષ ઘાઇ, વિકાસ બહેલ અને વિપુલ શાહનો સમાવેશ થાય છે. અનુ મલિકચેતન ભગત પણ પણ આરોપો લાગી ચુક્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY