મલાવી,તા.૫
૨૧ વર્ષીય એક શખ્સ દ્વારા બકરી પર દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે યુવકે દાવો કર્યોછે કે તેણે બકરીની પરમીશન લીધી હતી. જા કે આ મામલે યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલો આફ્રિકી દેશ મલાવીના મચિન્ઝીનો છે. રિપોર્ટ અનુસાર આ મામલે આરોપી કેનેડી કંબાની ઝડપાયો હતો. શરૂઆતમાં બકરીના માલિકને લાગ્યું હતું કે કોઈ તેની બકરી ચોરી રહ્યું છે.
બકરીના માલિકે પોલીસને જણાવ્યું કે ચોરીની શંખા થવાથી તે પોતાના કેટલાંક પડોશીઓ સાથે ચોરને પકડવા માટે ત્યાં પહોંચ્યો અને ત્યારે જ આ હરકતનો ખુલાસો થયો.
પોલીસના જણાવ્યા અનુસાર બકરીના માલિકે ચોરીની શંકાને પગલે લોકોને અલર્ટ કર્યા હતાં. પરંતુ જ્યારે તે લોકો ત્યાં પહોંચ્યા તો યુવક બકરી સાથે સંબંધ બનાવી રહ્યો હતો.
નવેમ્બર ૨૦૧૮માં ઝામ્બિયામાં ૨૨ વર્ષના રૂબેન મવાબાને પ્રેગ્નેન્ટ બકરીથી રૅપ કરવાના મામલે ૧૫ વર્ષની આકરી સજા ફટકારાઈ હતી. જ્યારે થોડાં સમય અગાઉ જ સાઉથ આફ્રિકામાં પણ ૩૩ વર્ષના એક યુવકને પડોશીની પ્રેગ્નેન્ટ બકરી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં દોષિત કરાર અપાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



