રેતી-કપચીના બદલામાં મકાન લખી આપ્યું પરંતુ કબજા આપવા ઈનકાર

0
8

રૂ. ૪૯.૯૯ લાખની છેતરપિંડી કરાતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૧૦
રેતી-કપચીના બદલામાં મકાન વેચાણ કરારથી આપ્યા બાદ મકાનનો કબજા નહીં આપી રૂપિયા ૪૬,૯૯,૪૨૭ની વિશ્વાસઘાત-છેતરપિંડી કરનાર બે જણાં સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા-સીમાડા રાધે પાર્ક સોસાયટી રહેતાં રેતી વેપારી સંજય બાવાભાઈ કડવાણીએ આરોપી વિજય વિનુભાઈ ફિણવીયા (રહે. શુકન બંગ્લોઝ, પ્રાણી સંગ્રહાલય પાછળ, સરથાણા), રેખાબેન પરસોત્તમભાઈ ફિણવીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદ પાસેથી રૂ. ૪૬,૯૯,૪૨૭ની કિંમતની રેતી-કપચી ખરીદી હતી. જેના બદલામાં મકાનનો વેચાણ કરાર કરી આપ્યો હતો. ત્યારબાદ મકાનનો કબજાન હીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસ મથકના પો.સ.ઈ. જે.કે. બારીયાએ આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY