મીલ માલિક પર અનાજ દલાલે ૪ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી

0
26

વડોદરા,તા.૧૫
દાહોદમાં જાણીતા અરીહંત દાળ મીલના માલિક ઉપર આજે સવારે દાહોદનો અનાજ દલાલ પોઇંન્ટ બ્લેક ૪ રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. મિલ માલિક ઉપર થયેલા ફાયરીંગના પગલે દાહોદમાં હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે ઇજા પામેલા વેપારીને પ્રાથમિક સારવાર દાહોદમાં આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જૂની અદાવત અથવા તો નાણાંની લેવડદેવડમાં મીલ માલિક ઉપર જીવલેણ હુમલો થયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યુ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદમાં રહેતા પ્રસન્નચંદ જૈન દાહોદમાં અરીહંત નામની દાળ મિલ ધરાવે છે. દાહોદમાં જાણીતી મિલ માલિકના માલિક પ્રસન્નચંદ જૈન સવારે તેઓની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન દાળનો અનાજની દલાલી કરતો ભુપેન્દ્ર વિરચંદ દલાલ ઓફિસમાં ધસી આવ્યો હતો. અને પ્રસન્નચંદ જૈન કંઇ વિચારે તે પહેલાં તેમના ઉપર ધાડ..ધાડ.. ૪ રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો.
અનાજના દલાલ દ્વારા કરવામાં આવેલ પોઇન્ટ બ્લેન્ક ૪ રાઉન્ડ ફાયરીંગમાં ૨ ગોળી પગમાં, ૧ ગોળી હાથ ઉપર અને ૧ ગોળી પેટમાં વાગી હતી. ઉપરા-છાપરી ૪ ગોળીઓ વાગતા મિલ માલિક પ્રસન્નચંદ જૈન લોહીથી લથપથ થઇ ગયા હતા. અને પોતાની ખુરશી ઉપરજ ઢળી પડ્યા હતા. બીજી બાજુ ઓફિસમાંથી ધાડ..ધાડ..ફાયરીંગનો અવાજ આવતા સિક્્યુરીટી, મિલમાં કામ કરતા મુનિમ ઓફિસમાં દોડી ગયા હતા. અને તુરતજ લોહીના ખાબોચીયામાં બેભાન થઇ ગયેલા પ્રસન્ન જૈનને દાહોદની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY