અમેરિકી સંસદમાં H1-B વિઝા ધારકોને નોકરી બદલવાની છુટ પર વિધેયક રજૂ

0
32

વોશિંગ્ટન,તા.૧૫
H1-B વિઝા ધારકોને નોકરી બદલવાની છુટ પર અમેરિકી સંસદમાં લવાયું વિધેયક ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ અમેરિકી સંસદમાં એક વિધેયક રજુ કર્યું
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ અમેરિકી સંસદમાં એક વિધેયક રજુ કર્યું છે. આ વિધેયકનો ઉદેશ્ય એચ-૧બી કર્મચારીઓને નોકરી બદલવાના મામલામાં છુટ આપવી અને પેન્ડીંગ ગ્રીન કાર્ડ અરજીઓનો જલદીથી નિવેડો લાવવાનો છે. આ બિલમાં અમેરિકામાંથી માસ્ટર્સ ડિગ્રી કે ઉચ્ચ શિક્ષા મેળવનારને આપવામાં આવનાર એચ-૧ બી વિઝાની વાર્ષિક સીમા ૨૦ હજારથી વધારવાની પણ જાગવાઈ છે.
ડેમોક્રેટિક સાંસદ કૃષ્ણમૂર્તિએ ગુરુવારે સંસદના નીચલા સદન પ્રતિનિધિ સભામાં એચ આર ૬૭૯૪ ઇમીગ્રેશન ઇનોવેશન એક્ટ ઓફ ૨૦૧૮-રજુ કર્યું હતું. રિપબ્લિકન પાર્ટીના સાંસદ માઇક કોફમેને પણ તેનું સમર્થન કર્યું છે. બંને સાસંદોનું કહેવું છે કે કાયદો બની જવાથી એચ-૧બી વર્ક વિઝામાં સુધાર થવાની સાથે સરળ બની જશે.
જા આ વિધેયક પસાર થાય અને રાષ્ટ્રપતિ તેના ઉપર સિગ્નેચર કરે તો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્મચારી માટે વિઝા કાર્યક્રમ એચ-બી વ્યવસ્થામાં સુધારો લાવશે અને તેને વ્યવસ્થિત બનાવશે. સાથે તેમાં ઘરેલું કાર્યક્રમમાં કૌશલ વિકાસ માટે અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞા, અન્જીનિયરિંગ અને ગણિતમાં નિવેશ વધારવાની વાત કરવામાં આવી છે.
ડેમોક્રેટ પાર્ટીના સાંસ કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે ઘરેલુ કાર્યબળના કૌશલ વિકાસ માટે વિધેયકમાં આપણી શિક્ષા પ્રણાલીમાં રોકાણ વધારવાની વાત કરવામાં આવી છે. આ સિવાય ઉચ્ચ શિક્ષણવાળા કાર્યબળ માટે વિઝા પ્રણાલીમાં સુધારની વાત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY