મેં મારી જિંદગીમાં કોઈને ડેટ નથી કર્યો : મલાઈકા અરોરા

0
10

મુંબઈ,તા.૨૧
બોલીવુડ સ્ટાર્સ વચ્ચે અફેરની ચર્ચાઓ સામાન્ય વાત છે. લાંબા સમયથી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં અફેરની અફવાઓ સામે આવી હતી. એટલુ જ નહીં, અર્જુન કપૂરને અરબાઝ ખાન અને મલાઇકા અરોરાનાં તલાકનું કારણ ગણાવવામાં આવ્યો હતો.
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર થોડાક દિવસો પહેલા એક ફેશન શામાં જાવા મળ્યો હતો, ત્યારબાદ એવું કહેવામાં આવ્યુ હતુ કે બંનેએ પોતાના સંબંધને આૅફિશિયલ કરી દીધો છે.
સામાન્ય રીતે પોતાના સંબંધને લઇને ચુપ રહેનાર મલાઇકા અરોરાએ અર્જુન કપૂર સાથેનાં પોતાના સંબંધને લઇને મૌન તોડ્યું છે. આની પર જવાબ આપતા મલાઇકાએ અનિતા શ્રોફ અડજાનિયાનાં ટાક શામાં કહ્યું કે, “હું ડેટિંગનાં કાન્સેપ્ટને જાણતી જ નથી. મને આ બધુ સમજમાં નથી આવતુ. મે મારી જિંદગીમાં સૌથી પહેલા જે માણસને ડેટ કર્યો, તેની સાથે જ લગ્ન કર્યા. તે સિવાય મે કોઇને ડેટ નથી કર્યો. હવે મલાઇકાનાં આ નિવેદનથી સ્પષ્ટ છે કે અર્જુન તો શું તે કોઇને પણ ડેટ નથી કરી રહી.
ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ૧૯૯૩માં ‘મિસ્ટર કાફી’નાં શૂટ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે સંબંધ પાંગર્યો હતો. બંને કેટલાક આલ્બમમાં પણ સાથે જાવા મળ્યા હતા. ૫ વર્ષ ડેટ કર્યા બાદ ૧૯૯૮માં તેમણે લગ્ન કરી લીધા હતા. ૨૦ વર્ષ પછી કપલે ૨૦૧૭માં તલાક લીધા હતા.
વાત કરીએ અરબાઝની તો તેઓ પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે. અરબાઝ ખાન વિશે સમાચાર છે કે તે અત્યારે જાર્જિયા એન્ડ્રિયાને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ ગણેશ પૂજાનાં અવસર પર અરબાઝ જાર્જિયાનો હાથ પકડેલો જાવા મળ્યો હતો. ૫૧ વર્ષનો અરબાઝ ફરી લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY