યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા અમે તૈયાર : ઍડમિરલ લાંબા

0
5

મુંબઇ,તા.૧૫
દેશના સંરક્ષણ માટે નૌકાદળ કિયારેય અને કિયાય પણ કાર્યવાહી કરવા માટે સજ્જ છે. વર્તમાન સ્થિતિમાં સરકાર દ્વારા સમુદ્રમાં તહેનાતી વધારવા તથા જરૂરી દરેક કાર્યવાહી માટે તૈયાર રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. નૌકાદળ અરબી સમુદ્રમાં યુદ્ધની સ્થિતિની પહોંચી વળવા તૈયાર છે, એમ નૌકાદળના પ્રમુખ ઍડમિરલ સુનીલ લાંબાએ જણાવ્યું હતું.
પશ્રિ્‌ચમ નૌકાદળ કમાન્ડ હેઠળના ‘આઇએનએસ શિક્રા’ પર તાજેતરમાં લાંબાના હસ્તે નૌકાદળના શૌર્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તે નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાન તરફથી કોઇ દબાણ છે કે એમ પૂછતા લાંબાએ કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી કોઇ દબાણ નથી. તેઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કર્યો નથી, પરંતુ નૌકાદળ સચેત છે. પાડોશી દેશની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી છે. ઉચ્ચ ક્ષમતાની કાર્યવાહી કરવા અમે તૈયાર છીએ.
હાલમાં પણ નૌકાદળ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે કે એમ પૂછતા તેમણે કહ્યું હતું કે ચોક્કસ, નૌકાદળ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. ‘દેશની હદમાં આવેલા તટવિસ્તારો, ખાસ કરીને અરબી સમુદ્રમાં નૌકાદળને રાષ્ટ્ર રક્ષણ માટે સતત પડકારોનો સામનો કરવો પડે છે. નૌકાદળના જવાન પાડોશી ધર્મ પાળીને આવા પડકારોનો સકારાત્મક રીતે સામનો કરે છે’, એમ લાંબાએ વધુમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY