નાંદોદ પુરવઠા મામલતદાર કચેરીમાં અંગુઠાની છાપ બાબતેની કામગીરીમાં થતા ધરમ ધક્કા

0
707

નર્મદા:

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની એક માત્ર રાજપીપલા ખાતે આવેલી પુરવઠા કચેરીના હાલ અઠવાડીયાના ફક્ત સોમવાર અને ગુરુવારના બે દિવસ જ અંગુઠાની છાપ માટેની કામગીરી ચાલુ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા રેશનકાર્ડ ધરાવતા ગરીબ આદિવાસી ગ્રાહકો ભાડું બગાડી અન્ય દિવન્સે પરત જતા હોય છે. ત્યારે અગાઉ આખું અઠવાડીયું આ તમામ કામગીરી આજ કચેરીમાં ચાલતી હતી જે હવે ફક્ત બે દિવસ કરાતા ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા અને રેશનકાર્ડના અનાજ પર જ જીવતા પરીવારોના સભ્યોને જો અંગુઠાની છાપ યોગ્ય ન આવે તો કુપન વગર રેશન કાર્ડ પરનો જથ્થો ન આપતા મહિનાના અનાજ વગર ભેખે મરવાનો સમય આવે છે. અને બીજી બાજુ મજુરી કામ છોડી રાજપીપલા ખાતે આવેલી નાંદોદ પુરવઠાની કચેરી પર પોતાના અંગુઠાની છાપ યોગ્ય મેચ કરાવવા આવે તો મજુરી થઇ નથી શકતી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા રોજનું લાવીને રોજ ખાતા આદિવાસી ગરીબ પરીવારોને ભારે તકલીફ થઇ પડે છે. ત્યારે અઠવાડીયાના ફક્ત બે દિવસ સોમ અને ગુરુવારે જ થતી આ કામગીરી અગાઉની જેમ રોજ થાય અને ક્યારેક કોઇ કારણોસર કોઇ રેશનકાર્ડ ગ્રાહકોનો અંગુઠો મેચ ન થતા જો  કુપન ન નિકળે તો અન્ય પ્રકારની સુવિધા આપી તેનો પુરવઠાનો જથ્થો પુરેપુરો મળી રહે તે માટે અધિકારીઓ એ તમામ દુકાનદારોને આ માટે કડક સુચના આપવી જોઇએ, નહીતો ગરીબ રેશનકાર્ડ  ધરાવતા પરિવારોને ભુખે મરવાનો સમય આવી શકે તેમ હોય છે.

જોકે નર્મદા જિલ્લાને નંબર વનની હોડમાં મુકવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ખુબજ રસ દાખવી, દબાણ કરીને પણ નર્મદા ને અન્ય જિલ્લા કરતા આગળ રાખવા ધમપછાડા કરતા હોય છે. ત્યારે મામુલી અંગુઠાની છાપ ન મેચ થવાના કરાણે ભુખે મરતા પરિવારોને તેના હક્કનો જથ્થો મળે તે દિશામાં તમામ પ્રયાસો કરે તે યોગ્ય કહેવાશે.

જોકે જાણવા મળ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારના કેટલાક દુકાનદારો ને તેમની પરમીટનો પુરો જથ્થો મળતો હોય છે, પરંતુ તે પૈકી જથ્થો તો બારોબાર કાળાબજારમાં જ સગેવગે થતો હોવાની લોક ચર્ચા છે અને  તેના બદલામાં લાગતા વળગતા અધિકારીઓને આવા દુકાનદારો ખુશ રાખતા હોવાથી તેનો વાળ પણ વાંકો થતો નથી  આખરે ગરીબ ગ્રાહકોને તેના હકનો જથ્થો મળતો નથી તેવી ભારે ચર્ચા સંભળાઇ રહી છે.

રીપોર્ટર : ભરત શાહ, રાજપીપળા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY