રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ વિદ્યાર્થીઓ વેલેન્ટાઈનનો અનોખી રીતે વિરોધ કરી ગુરુવંદનાદિન તરીકે ઉજવણી કરી

0
136

રાજપીપળા :
દેશભરના યુવાનો જે દિવસનો આતુરતાથી રાહ જોતા હોય છે એ વેલેન્ટાઈન ડેનો નર્મદા જિલ્લાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,રાજપીપલા ના વિદ્યાર્થીઓ વિરોધ કરી પોતાના મુખ્ય સાથી પોતાના શિક્ષક છે અને આ 14 ફેબ્રુઆરી વેલેંટાઈન ડે ની ઉજવણી ગુરુવંદના કરી આ દિવસને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હ્તી.

14 ફેબ્રુઆરી એટલે વેલેંટાઈન ડે આ દિવસે કોલેજના વિદ્યાર્થીઓ પોતાની પ્રિયતમને શોધીને વેલેંટાઈન ડે ની ઉજવણી કરતા હોય છે આ દિવસે પ્રેમી પ્રિયતમને ગુલાબ આપીને પોતાના દિલની વાત કરે છે અને તેની સાથે આખો દિવસ વિતાવતા હોય વેલેન્ટાઈન ડે એટલે માત્ર પ્રિયતમાને જ ગુલાબ આપવું એવું નથી ત્યારે રાજપીપલાની એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વિધ્યાર્થીઓ એ ગુરુવંદના દિવસ તરીકે ઉજવણી કરી, સમુહમા કોલેજના કમપાઉંડમા ભેગા મળીને તમામ આધ્યપકોને કુમકુમ-અક્ષતથી તિલક કરી ગુલાબ આપી પૂજન કર્યુ હતુ. સૌ પ્રથમ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવનારા કોલેજના આદ્યસ્થાપક રત્નસિંહનજી મહિડાની પ્રતિમાનુ પૂજન કર્યુ અને આ ગુરુવંદના દિનની ઉજવણી કરી હતી. જેમા કોલેજના આચાર્ય ડો.સૈલેંદ્રસિહ માંગરોલા અને તમામ સ્ટાફ જોડાયા હતા.

દેશભરમા અવનવા ડે અને વેલેંટાઈન ડે ની ઉજવણી દરેક કોલેજોમાં હંમેશા થતી જ હોઈ છે પણ રાજપીપલા ની એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા દર વર્ષે અલગ અલગ રીતે દેશમાં સંદેશો મળે તે રીતે વેલેંટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ કોલેજ દ્વારા આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ માતા પિતા દિવસની ઉજવણી કરવાનો પણ નિર્ણય કર્યો છે જે એક દિશા સુચક બની રહ્યો છે.

વેલેન્ટાઈન ડે એ પાશ્ચિમી સંસ્કુતિનો આ ડે સેલિબ્રેશન ગણાવી શકાય પણ જેનો આમે વિરોધ કરીએ છે અને અમે ભારતીય હોવાના નાતે ભારતીય સંસ્કૃતિને વધુ માન અને સન્માન આપીએ છીએ.

નર્મદા જિલ્લો પશ્ચિમી સંસ્કુતિથી હજુ ઘણું દૂર છે જેનો દાખલો રાજપીપલાની શ્રી રત્નસિંહજી મહિડા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે. જેમણે વેલેંટાઇનને અલગ રીતે મનાવી પોતાના જીવનનુ ઘડતર કરનાર ગુરુને આ દિવસે નમન, પૂજન કરી સમાજને એક મેસેજ આપ્યો છે કે આજે પણ ભરતીય સંસ્કુતિના પાયાને કોઇ હલાવી નહી શકે અને મારા આ તમામ સ્ટુડંટ પર મને ગર્વ છે. શૈલેન્દ્રસિંહ માંગરોલા (આચાર્ય ,એમ.આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY