નર્મદા જિલ્લામાં મનરેગાના કામોમાં અધિકારીઓની મીલીભગત હોવાના આક્ષેપથી ખળભળાટ

0
40

રાજપીપળા:
નર્મદા જિલ્લામાં જળસ્ત્રાવ વિકાસ સમિતિના નેજા હેઠળ મનરેગાના કામો કોઈ પણ જાહેર નિવિદા આપ્યા વિના બારોબાર અધિકારીઓના મળતિયા અજેન્સીઓને આપી દીધા હોવાના આક્ષેપો લાગતા ખળભળાટ મચી ગયો છે.અમુક અધિકારીઓ પોતાના રોટલા શેકી રહ્યા હોવાની રજુઆત અન્ય અજેન્સીઓના સંચાલકો દ્વારા લેખિતમાં રજુઆત ગુજરાતના મુખ્યમંત્રી,રાષ્ટ્રીય આદિજાતિ આયોગ સહિત નર્મદા જિલ્લા કલેક્ટરને કરતા હાલ ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા જળસ્ત્રાવ વિકાસ સમિતિ નરેગા હેઠળ હાલમાં ચેકડેમો,ચેકવોલ,નાળાપ્લગ,પથ્થરપાળા જેવા વિવિધ કામો નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં ચાલી રહ્યા છે.આ કામો નિયમ મુજબ કોઈ પણ અખબારોમાં જાહેેેર નિવિદા વગર સંબંધિત અધિકારીઓએ મોટી ટકાવારી લઈ પોતાના મળતીયાઓની એજન્સીને બારોબાર આપી દેવાયા છે.

જિલ્લા જળસ્ત્રાવ વિકાસ સમિતિના કર્મચારીઓએ પોતાના સગાવહાલાઓને આ કામોમાં સામેલ કરેલ છે.અમારી જાણ મુજબ આ કામો જે તે અજેન્સીઓએ વર્ક ઓર્ડર વિના જ ચાલુ કર્યા છે.તેમજ નિયમ મુજબ કોઈ પણ પ્રકારના ભાવપત્રક પણ મંગાવ્યા નથી.માટે આ બાબતે જો જીણવટભરી તપાસ કરાય તો મોટા કૌભાંડો બહાર આવવાની સંભાવના છે.આ કામોમાં જળસ્ત્રાવ વિકાસ સમિતિના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ભાગીદારી હોવાનું પણ જાણવા મળ્યું છે.માટે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદાકીય પગલાં લઈ કાર્યવાહી કરવા અન્ય અજેન્સીઓના સંચાલકો પૈકી રાજુ વસાવા,કનુ વસાવા,અજય વસાવા સહીતના લોકોએ નર્મદા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.અને જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ નહિ ખચકાઈશું તેવી ચીમકી પણ આપી છે.

આ મામલે નર્મદા જિલ્લા જળસ્ત્રાવ સમિતિ કચેરીના અધિકારી અનિલ વસાવાએ જણાવ્યું હતું કે આ કામોમાં નિવિદા બહાર પડવાની નથી હોતી.જે એજન્સી માલ સમાન પહોંચાડવા માટે રજિસ્ટ્રેશન થયેલી છે એનું મેં લિસ્ટ મંગાવ્યું હતું.જે લોકો આવે એમને હું કામ આપું છું હું કોઈને શોધવા નથી જતો.તાલુકા કક્ષાએથી ભાવપત્રક પણ મંગાવ્યા છે,આ કામોનું પેયમેન્ટ પણ તાલુકા કક્ષાએથી જ થશે.અમારી કચેરી મટીરીયલ મંગાવે ત્યારે જ નિવિદા બહાર પડાય.

ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY