સુરત,
ઉધના-ભેસ્તાન રેલવે સ્ટેશનની વચ્ચે આવેલા ભીમ નગર પાસે નવી રાજધાની એક્સપ્રેસ ટ્રેન સાથે એક ગાય અથડાતા તેનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો. ટ્રેનને ઉધના ખાતે 48 મિનિટ રોકવી પડતા ડાઉન લાઇનની ટ્રેનો મોડી ચાલી હતી.
ભીમ નગર પાસે એક ગાય અથડાઇ
બાન્દ્રા- નિઝામુદ્દીન રાજધાની સ્પેશિયલ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી મંગળવારે સાંજે 04:05 કલાકે ઉપડી સુરત રેલવે સ્ટેશન આવતી હતી ત્યારે સાંજે 6.50 વાગ્યે ભેસ્તાન રેલવે સ્ટેશન પહેલા ભીમ નગર પાસે એક ગાય તેની સાથે અથડાઇ હતી. એન્જિન કપલિંગનો પ્રેશર પાઇપ ફાટી જતા તેને બદલવા માટે 48 મિનિટ રોકવી પડી હતી.
7થી 8 એક્સપ્રેસ ટ્રેન મોડી ચાલી રહી છે
સ્ટેશનના ડાયરેક્ટ સી. આર. ગરૂડાએ કહ્યુ કે, બિનવારસી ગાય ટ્રેન સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર 6.55 કલાકની જગ્યાએ 8.00 વાગ્યે પહોંચી હતી. ડાઉન લાઇનની 7 થી 8 એક્સપ્રેસ ટ્રેન મોડી ચાલી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"