રાજકોટમાં દલિત યુવાનની હત્યા માં ન્યાય ની માંગ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ નું આવેદન

0
35

રાજપીપળા:
રાજકોટમાં દલિત યુવાનની હત્યા ના ગુજરાત માં ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આ યુવાન ના પરિવાર ને ન્યાય મળે એવી માંગ સાથે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

નર્મદા કોંગ્રેસના પી ડી વસાવા,જીગ્નેશ કોન્ટ્રારાટ્રાક્ટર,પ્રકાશ વસાવા,શાહનવાઝ પઠાણ સહિતના કોંગી આગેવાનો એ નર્મદા કલેક્ટર નિનામાને આપેલા આવેદનમાંં જણાવ્યું હતું કે છેલ્લા સત્તર વર્ષ થી રાજ્ય માં દલિતો પર અનેક અત્યાચારો થયા છે ત્યારે ગત તારીખ 20 મે ના રોજ રાજકોટમાં એક નિર્દોષ દલિત દલિત યુવાનની નજીવી બાબતે હત્યા થઈ છે ત્યારે ગુજરાત માં દલિતો સુરક્ષિત નથી ભાજપ સરકારે જે રીતે એટ્રોસિટી એક્ટ ને પાંગળો બનાવી દીધો છે તેથી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ માજા મૂકી છે ત્યારે ભાજપ નો કોઈ કાર્યકર કે નેતા પીડિત પરિવાર ની વ્હારે આવતો નથી અને આવા બનાવોના આંદોલનો ને સરકાર તોડી પાડવા જૂઠા વચનો આપે છે પણ એ પાડતી નથી ગુજરાત માં ભાજપ સરકારે હવે લોકો નો વિશ્વાસ ગુમાવી દીધો છે દલિત બહેનો પર બળાત્કાર ની ઘટનાઓમાં ભયજનક રીતે વધારો થયો છે ત્યારે દલિતો પરના અત્યાચારો માં કોંગ્રેસ પક્ષ પીડિત પરિવારો ની સાથે ઉભા રહી તેમની લડત લડે છે માટે તાજેતર ના આ કિસ્સા દોષિયોને સખત સજા થાય તે જરૂરી છે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તમામ જિલ્લા મથકે દેખાવ કરી આવેદન આપ્યું હતું.

આવેદનમાં કુલ સાત અલગ અલગ માંગ કરી જો સરકાર આ બાબતે ગંભીર નહિ બને તો આગામી દિવસો માં દલિતો આદિવાસીઓ અને ગરીબોનો આક્રોશ ભભૂકી ઉઠશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે એવી ચીમકી પણ ઉછરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY