નેત્રંગ:
નેત્રંગ તાલુકામાં માગઁ અને મકાન વિભાગે સદ્દબુધ્ધી ગુમાવી :- મૌઝા ગામની ટોકરી નદી પરના જજઁરીત પૂલનું સમારકામ કરવાનું ભુલી ગયા છે,જેમાં મૌઝા ગામની ટોકરી નદી ઉપરના પુલની રેલીંગ તુટીને પાણીમાં તણાઇ ગઇ છે,જ્યારે લોખંડની ગડરોનો કોઇપણ પ્રકારનો અતોપતો જણાઇ રહ્યો નથી.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામથકના કોસ્યાકોલા વિસ્તારમાંથી પસાર થતી અમરાવતી નદી ઉપરના પૂલના પિલ્લરો ધરાસાયી થતાં જ સરકારીતંત્રે એકસનમાં આવી તાત્કાલીક ધોરણે વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતો,જ્યારે વાહનવ્યવહાર સદંતર બંધ ના રહે તે માટે માગઁ અને મકાન વિભાગે તાત્કાલીક ધોરણે અમરાવતીના જજઁરીત પૂલના સમાંતર જ ડાયવજઁન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી,જ્યારે ડાયવજઁન ઉપર સતત ચાલતા વાહનવ્યવહારથી ઉડતી ધુળની ડમરીઓથી સ્થાનિક રહીશોની હાલત ફકોડી બની જવા પામી હતી,જેથી સ્થાનિક રહીશોની રજુઆતના પગલે તંત્ર ધ્વારા પાણીનો છંટકાવ અને ડામર કોટિંગના રસ્તા બનાવવાની કામગીરી ધીમીગતિ શરૂ કરાય હતી,
જ્યારે નેત્રંગના અમરાવતી નદી ઉપરના પૂલના પિલ્લથો ધરાસાયી થવાની ઘટનાની જાણ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાને થતાં ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અને નવા પૂલના નિમૉણ માટે ભારત સરકારના માગઁ અને પરિવહનના રાજ્યક્ષાના મંત્રી મનસુખ માંડવીયાને લેખિત રજુઆત કરી હતી,જ્યારે નેત્રંગના કાંટીપાડા,કંબોડીયા,
ચાસવડ અને મૌઝા ગામના જજઁરીત પૂલનું પણ નિરીક્ષણ કરી તાત્કાલીક ધોરણે સમારકામ કરવાની તંત્રને સુચના આપી હતી,પરંતુ નેત્રંગ તાલુકાના માગઁ અને મકાન વિભાગના અધીકારીઓએ કામગીરી પ્રત્યેની નિષ્કાળજીના કારણે મૌઝા ગામની ટોકરી નદી ઉપરના પૂલનું સમારકામ કરવાની ફુરસત મળી રહી નથી,
જેમાં મૌઝા ગામની ટોકરી નદી ઉપરના પુલની રેલીંગ તુટીને પાણીમાં તણાઇ જવા પાણી છે,જ્યારે લોખંડની ગડરોનો કોઇપણ પ્રકારનો અતોપતો જણાઇ રહ્યો નથી.જ્યારે માગઁ અને મકાન વિભાગ મોટી જાનહાની અને ગમખ્વાર અકસ્માતની ઘટનાની રાહ જોયને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યુ છે,જ્યારે વાહનચાલકોની મામુલી ગફલતના કારણે જીવ ગુમાવવો પડી શકે છે,જેથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં રોષ ભભુકી ઉઠાયો છે.જેથી આગામી ટુંક સમયમાં મૌઝા ગામની ટોકરી નદીના પૂલનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાઉઅંગ ઉઠી છે.
રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"