ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આઈ.ટી સેલ અને ઔદ્યોગો એ સ્થાનિક શિક્ષિત બેરોજગારોને પ્રથમ પ્રાધાન્ય આપી રોજગારી આપવાની માંગ સાથે પાલેજ જી.આઈ.ડી.સીની ઓફીસ ખાતે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
ભરૂચ:
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આઈ.ટી સેલ દ્રારા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બદલે પર પ્રાંતમાંથી આવેલ લોકોને વધુ નોકરી આપવામાં આવે છે. ગુજરાત સરકાર અને ઔદ્યોગિક એકમો દ્રારા ૮૦℅ કામદારો કર્મચારીઓ પર પ્રાંતમાંથી આવેલા લોકોને રાખવામાં આવે છે.જયારે સ્થાનિક લોકો જેમની જમીન ઔદ્યોગો માટે આપી દીધી છે તેમના શિક્ષિત છોકરાઓને પણ બેરોજગાર રાખી સરકાર સ્થાનિકોને પુરા કરી દેવાનો કારસો રચી રહી હોવાના આક્ષેપ આઈ.ટી.સેલ દ્રારા કરવા માં આવ્યા હતાં.ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચ,દહેજ,વિલાયત,પાલેજના ઔદ્યોગિક એકમોના યુવાનોને અને જી.આઈ.ડી.સીના અધિકારીઓ દ્રારા ઉદ્યોગોના માલિકો સાથે બેસી જઈને સ્થાનિકો સાથે અન્યાય કરે છે.
અને સ્થાનિક રોજગારીનો ત્વરિત ઉકેલ આવે અને સ્થાનિક શિક્ષિત બેરોજગરોને પ્રથમ નોકરી મળે અને જો બીજા ઉદ્યોગો આમ
બેરોજગારોને નોકરી નહીં આપે તો તેમનું સર્વે કરવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણીઓ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ આઈ.ટી સેલ દ્રારા મુખ્ય અધિકારી ગુજરાત ઔદ્યોગિક નિગમ,લીની કચેરી પાલેજ પર પહોંચી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. અને આ અંગે જી.આઈ.ડી.સી દ્રારા કઈ પણ ઘટતું નહીં કરવામાં આવે તો આઈ.ટી.સેલ દ્રારા ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આઈ.ટી સેલના પ્રમુખ કાલુ ચૌહાણ, તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ દિલાવર પટેલ,અને આઈ.ટી. સેલના જિલ્લા ઉપ પ્રમુખ અલતાફ પટેલ સહિત શિક્ષિત બેરોજગાર યુવાનો અને કાર્યકરો મોટી સાંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂક.
મો:-9537920203
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"