દલિત યુવાનની આત્મહત્યા મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે સરકારને નોટિસ ફટકારી

0
130

વડનગર,
તા.૨૯/૦૩/૨૦૧૮

વડનગર ખાતે એક દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ગુજરાતના ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે અને જા એક્શન ટેક્ન રિપોર્ટ ૪ અઠવાડિયામાં નહીં આપવામાં આવે તો આયોગે સરકારને કમિશન આગળ હાજર થવાની પણ ચીમકી આપી છે.

સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે વડનગરના શેખપુર ગામના દલિત યુવક મહેશ ચૌહાણની શિક્ષકો દ્વારા થતાં માનસિક ત્રાસને કારણે કરવામાં આવેલી આત્મહત્યાના મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સંદર્ભે રાષ્ટ્રીય માનવ અધિકાર ભંગ દ્વારા ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ મોકલવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન મહેસાણા જીલ્લાના વડનગર ખાતે દલિતવાસમાં રહેતા અને મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે શેખપુર ગામે પ્રાથમિક શાળામાં કામ કરતા મહેશભાઈ ચૌહાણ (૪૨ વર્ષ)એ શિક્ષકોના માનસિક ત્રાસથી અને ભેદભાવભર્યા વર્તાવથી કંટાળીને તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ આત્મહત્યા કરી હતી. મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે ફરજ બનાવતા મહેશભાઈ ચૌહાણ શેખપુર પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રજાપતિ વિનોદભાઈ, ઠાકોર અમાજી અને મોમીન હુસેનના માનસિક ત્રાસથી કુવામાં પડી આત્મહત્યા કરી લીધી હતી. જેની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણ શિક્ષક વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી હતી. આ બાબતે સરકારી કર્મચારીઓ દ્વારા માનવ અધિકાર ભંગની ઉશ્કેરણીનો બનાવ બન્યો હોઈ સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી ખાતે ફરિયાદ દાખલ કરી તાત્કાલિક આ માનવ અધિકાર ભંગના કિસ્સામાં દખલ કરવા અરજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા બનાવને ગંભીરતાથી લઇ તાત્કાલિક રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં માનવ અધિકાર ભંગના બનાવમાં એક્સન ટેક્ન રિપોર્ટ રજુ કરવા નિર્દેશ કર્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY