નવી દિલ્હી,તા. ૩૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હવે પહેલી સપ્ટેમ્બરના દિવસથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જઇ રહ્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે ૩૧મી ઓગષ્ટના દિવસે તેમની યાત્રાએ રવાના થશે અને આગામી દિવસે તેમની યાત્રાની શરૂઆત કરશે. કેલાશ માનસરોવરની યાત્રાના કારણે રાહુલ ગાંધી આશરે એક પખવાડિયા સુધી રાજનીતિથી દુર રહેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૯મી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક રેલીમાં બોલતા કેલાશ માનસરોવરની યાત્રાએ જવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી શિવ ધામ જવા માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. હાલમાં તેમની મંદિરોની યાત્રાને લઇને હોબાળો થઇ રહ્યો છે ત્યારે તેમની કેલાશ માનસરોવરની યાત્રાને રાહુલ ગાંધી આગળ વધારી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ જુદા જુદા મંદિરોમાં જવા અને દર્શન કરીને પ્રચાર કરવાની શરૂઆત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કર્ણાટક ચૂંટણી દરમિયાન રાહલે આ પરંપરા જારી રાખી હતી અને પ્રચાર દરમિયાન અનેક મોટા મંદિરમાં દર્શન કર્યાહતા. રાહુલે કહ્યુ છે કે તેઓ હમેંશા હિન્દુમાં વિશ્વાસ રાખે છે.
રાહુલની ગેરહાજરીમાં કોંગ્રેસ પાર્ટી તેમના પ્રચારના કામને જારી રાખશે. પક્ષના વરિષ્ઠ નેતા આના માટે તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ કોર ગ્રુપના સિનિયર સભ્યોની બેઠક યોજાઈ ચુકી છે જેમાં રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીને ચલાવવા માટેની વ્યૂહરચના ઉપર ચર્ચા થઇ હતી. કોંગ્રેસના નેતા મÂલ્લકાર્જુન ખડગેએ કહ્યું છે કે, રાહુલ ગાંધી અથવા તો પાર્ટીના કોઇ નેતા સંઘના કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેશે નહીં.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




