અમદાવાદ લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : રૂ.૪૮ લાખનો મુદ્દામાલ કબજે

0
90

અમદાવાદ,તા.૩૦
રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ આવી રહેલી એક ટ્રકને અસલાલી પોલીસે બારેજા નજીકથી ઝડપી લઇ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૪૮ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બેની ધરપકડ કરી છે.
અસલાલી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ આવી રહી છે.
આ મળેલ બાતમીના આધારે પોલીસે બારેજા બ્રિજ પાસે વોચ ગોઠવી વહેલી સવારે ફિલ્મી ઢબે ટ્રક ઝડપી લઇ તલાશી લેતા ટ્રકમાંથી પુઠાના બોકસમાં પેકિંગ કરેલ વિદેશી દારૂની બોટલો ભરેલી ૯૬ પેટીઓ મળી આવી હતી. પોલીસે મોબાઇલ ફોન, ટ્રક, ડ્રમ, પુઠાના બોકસ, બિલ્ટિઓ વગેરે મળી આશરે રૂ.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ટ્રકચાલક અરવિંદ ચૌધરી અને જય શાહ નામના બે શખસની ધરપકડ કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ઇસનપુરના એક બુટલેગરને પહોંચાડવાનો હોવાની અને આ દારૂનો જથ્થો કિશોર રાઠોડે મોકલ્યો હોવાની આરોપીએ કબૂલાત કરતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY