મનપાના નામે બે ગઠિયા રૂ. ૨.૭૯ લાખ બે મહિલા પાસેથી પડાવી ગયા

0
177

સુરત, તા. ૦૨
સુરત કોર્પોરેશનના નામે બે સ્થળે મહિલા સાથે રૂપિયા ૨.૭૯ લાખની ઠગાઈ થઈ હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ અંબિકા નગરમાં રહેતા જદયાબેન ગોપાળભાઈ પાનસુરિયાએ અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અજાણ્યા વ્યકિત ફરિયાદીબેન પાસે આવીને જણાવ્યું હતું કે, આંકોલવાડી વાડીવાળા વલ્લભભાઈ પાનસુરિયાનો દીકરો છું, એસએમસીમાંથી આવું છું. તમારા દીકરા વિશાળ સાથે વાત થઈ છે તમારા મકાનના બીજા માળનું કામ ચાલુ઼ છે, તે કલીવર કરવા રૂ. ૩૩૦૦ આપવાના છે. તેમ વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખનું બંડલ ગણવાના બહાને લઈ રોકડા રૂપિયા ૧,૭૬ લાખ લઈને ફટાફટ બહાર નીકળી ગયો હતો. કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં અમરો આનંદધામ સોસાયટીમાં રહેતા સારિકાબેન નયનભાઈ સાવજ પાસે આરોપી વિજયે આવીને પોતે એસએમસી આકારણી વિભાગમાંથી આવું છું નવા બંધાતા મકાનની આકારણીના રૂપિયા લેવાનું જણાવી રૂપિયા ૧,૦૩,૦૦૦ લઈ જઈ વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. અમરોલી પોલીસ ફરિયાદ નોîધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY