
મુંબઈ,તા.૧૭
ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં મર્દ કો દર્દ નહીં હોતા હૈ નું પ્રિમિયર યોજવામાં આવશે. ૬થી ૧૬ સપ્ટેમ્બર વચ્ચે આ ફિલ્મનું પ્રદર્શન કરવાના છે. પરંતુ એવું તે શું છે આ ફિલ્મમાં કે હજુ કોઇ ભારતીય દર્શકોની નજરમાં ચડી નથી, પરંતુ તેના વખાણ ગોરા લોકો કરી રહ્યા છે અને એટલું ઓછું હોય તેમ ફિલ્મ ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ચૂકી છે, જેની આપણને જાણ પણ નથી.
આ ફિલ્મની વાર્તા એક એવા યુવકની છે જે ગમે તેટલી માર ખાઇ પણ તેને લાગતું નથી. તેને કોઇ ઇજા થતી નથી. બાળપણથી આવા પ્રકારની તેને બીમારી છે. જેનો કોઇ ઇલાજ નથી. પણ રહેતા રહેતા તેને ખબર પડી જાય છે કે જીવન જીવવાનો કોઇ મક્સત હોય તો તેણે હવે ચેન સ્નેચરોને પકડી માર મારવો જોઇએ અને દુનિયાની રક્ષા કરવી જોઇએ. આમને આમ તે પોતાના ૧૦૦ દુશ્મનોને ધૂળ ચાટતા કરી નાખે છે.
ફિલ્મમાં લીડ હિરોનો કિરાદર અભિમન્યુ દસાનીએ કર્યો છે. જેણે કોઇ દર્દ નથી થતો. જે મેને પ્યાર કિયાની અભિનેત્રી ભાગ્ય શ્રીનો દિકરો છે. તો લીડ એક્ટ્રેસના રોલમાં એક્શન કરતી જોવા મળી રહી છે રાધિકા મદન.
રાધિકાની આ પહેલા જ વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખા રિલીઝ થવા જઇ રહી છે. જે તેની ડેબ્યુ ફિલ્મ હશે. રોની સ્ક્રૂવાલાના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને ફેન્ટમે પ્રોડ્યુસ કરી છે. તેની ભારતમાં રિલીઝ થવાની ઘડીઓ તો હજુ દૂર છે પણ ટોરેન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં તે પહેલા રિલીઝ થઇ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



