કોલકત્તામાં હવે મહિનામાં ૩ દિવસ રોકાશે અમિત શાહ

0
10

ભાડા પર લેશે મકાન, ૧૧ ઓગસ્ટે કોલકત્તામાં રેલી
ન્યુ દિલ્હી,તા.૪
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૧ ઓગસ્ટે કોલકત્તામાં રેલી યોજવાના છે. રેલીની તૈયારી વચ્ચે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે હવે તેઓ દર મહિને કોલકત્તા જશે અને દર વખતે ૩ દિવસ રોકાવાની આયોજન છે.
અમિત શાહે ઈન્ટરવ્યુમાં કહ્યુ કે બંગાળના લોકોએ ભાજપને ઘણો પ્રેમ આપ્યો છે. જેથી લોકોના પ્રેમના બદલે પ્રેમ આપવા માગે છે.
કોલકત્તામાં અમિત શાહની રેલીની તડામાર તૈયારી ચાલી રહી છે અસમ રાષ્ટ્રીય નાગરિક નોંધણી ડ્રાફ્ટ રજૂ થયા પછી કોલકત્તામાં અમિત શાહની પ્રથમ રેલી છે. તેની પરવાનગી વિશે ઘણા અહેવાલો આવ્યા હતા. શાહે આ મામલે મમતા બેનરજીને પડકાર આપ્યો કે બંગાળ સરકાર તેમની ધકપકડ કરીને બતાવે.
બીજી તરફ કોલકત્તા પોલીસે રેલી પરવાનગીના મામલે ટ્વીટર પર જાણકારી આપી અને લખ્યુ કે અમારા ધ્યાનમાં આ વાત આવી કે સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ૧૧ ઓગસ્ટે એક ખાસ પાર્ટીને રેલી માટે પરવાનગી આપવામાં આવશે નહી. જોકે રેલી માટે પરવાનગીને મંજૂરી આપવામાં આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY