‘પપ્પા મારે ઘરે આવવું છે’ એવો ફોન કરીને ગણતરીના સમયમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

0
46

સુરત,
તા.૧૪/૪/૨૦૧૮

એટીકેટી આવતા હોસ્ટેલના રૂમમાં જ ફાંસો ખાઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં ખળભળાટ

એસવીએનઆઇટીમાં બી-ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પરીક્ષામાં એટીકેટી આવતાં હોસ્ટેલના રૂમમાં જ ફાંસો લગાવી જીવન ટુંકાવી લીધું હતું.ઘટના અગાઉ સ્ટુડન્ટે બહેનને ફોન કરીને રડતો હતો. જેથી મળવા દોડી આવેલી બહેનને ભાઈ મૃત હાલતમાં મળતાં પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર પીપલોદ પર આવેલી સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સીટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં સ્વામી વિવેકાનંદ ભવન સી-૨૧૮માં રહેતા યજુવેન્દ્ર વિજેન્દ્રસીંગ દબાસ (ઉ.વ ૨૦) બી-ટેકમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. દરમ્યાન શુક્રવારે સાંજે ૬ વાગે યજુવેન્દ્રે રૂમનો દરવાજા અંદરથી બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, યજુવેન્દ્રની બી-ટેકની પરીક્ષામાં એટીકેટી આવી હતી. ત્યારથી જ તે ડિપ્રેશનમાં રહેતો હતો અને શું કરૂ શું ન કરૂની ચિંતામાં આખરે તેણે ન ભરવાનું પગલું ભરી દીધું હતું. મૂળ રાજસ્થાનના વતની યજુવેન્દ્રના માતા-પિતા નવસારી ખાતે રહે છે. ઘટના અંગેની જાણ યજુવેન્દ્રની બહેને પોલીસને કરી હોવાની માહિતી સાંપડી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એસવીએનઆઇટીના હોસ્ટેલમાં જ યુપીવાસી વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાકે તેને સાથી મિત્રોએ ઉગારી લીધો હતો ત્યારબાદ શુક્રવારે વધુ એક ઘટના સામે આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY