જૂની અદાવતમાં બિલ્ડરની ૨૫ લાખની લક્ઝુરિયસ કારને પડોશીએ આગ ચાંપી!!

0
138

સુરત,
તા.૧૪/૪/૨૦૧૮

પુણામાં બે પડોશી વચ્ચે જુની અદાવતમાં ગુરુવારે સાંજે ઝધડો થયો છે. આ ઝધડામાં પોલીસ સામ-સામે ગુનો પણ નોંધ્યો છે. શુકવારે મધરાત્રે પડોશીએ બિલ્ડરની રૂ,૨૫ લાખની કિંમતની લક્ઝુરીયસ કારને આંગ ચાપીને ભાગી ગયો છે. પુણા પોલીસે સિક્્યુરીટી ગાર્ડની પૂછપરછના આધારે પડોશી સામે વધુ એક ગુનો નોંધ્યો છે.

પાટણ જિલ્લાના વતની અને પુણા પરવટ પાટિયા ઈન્ટરસીટી સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પ્રહલાદભાઈ પટેલ શુકવારે સાંજે સોસાયટીમાંથી બહાર નીકળતા હતા તે વખતે પડોશમાં રહેતા ઘનશ્યામ રધુ ચાવડા જાડે જુની અદાવતને લઈને માથાકૂટ કરી હતી. જેમાં પડોશી ઘનશ્યામ અને તેના પરિવારે બિલ્ડરને માર મારતા ઈજાઓ થઈ હતી તેમજ તેની કારના કાચ અને બોનટને નુકશાન કર્યુ હતું. જેને લઈને પુણા પોલીસે આવીને બન્ને પક્ષોની સામ-સામે ફરિયાદો લઈ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ ઈજા પામેલા બિલ્ડર પ્રકાશ ગામી(પટેલ)ને સારવાર માટે સ્મીમેર હોસ્પટલમાં દાખલ કરાયો હતો. જેથી પરિવાર હોસ્પટલમાં હતું તે વખતે પડોશી ઘનશ્યામે આવી શુકવારે મધરાત્રે બિલ્ડરની ફોકસવેગન કાર રૂ.૨૫ લાખની કેરોસીન નાખીને સળગાવી નાખી હતી. આ અંગે બિલ્ડરના પડોશીઓએ ફાયરને જાણ કરી હતી. ફાયરે આવીને આગ ઓલવી નાખી હતી.

કાર આગ લગાડી દેવાની બાબતે પુણા પોલીસે ગુનો નોંધી સોસાયટીના સિક્્યુરીટી ગાર્ડની કડક પૂછપરછ કરી જેમાં આગ પડોશી ઘનશ્યામ ચાવડાએ લગાડી હોવાનું બહાર આવ્યું હતું. સાથે સોસાયટીમાં રાત્રે ૧૧ વાગ્યા પછી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં પુણા પોલીસે પડોશી ઘનશ્યામ રધુ ચાવડા(રહે,ઈન્ટરસીટી સોસાયટી, પરવટ પાટીયા,પુણા)ની સામે ગુનો નોંધ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY