નાંદોદ ના લીમટવાડા ગામમાં મહાકાય અજગર દેખાતા ગ્રામજનો માં ફફડાટ  

0
72

રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકા માં આવેલા લીમટવાડા ગામમાંથી 12 ફૂટ લાંબો અને 30 કિલો વજન ધરાવતો મહાકાય અજગર ગત રાત્રે દેખા દેતા ગામના લોકો માં ભય ફેલાયો હતો જોકે તાત્કાલિક રાત્રેજ વાઈલ્ડ સેવિયર ટીમ નાં માઈકલ વસાવા અનિલ વસાવા વિપુલ વસાવા ને રાતે ફોન કરતા તાત્કાલિક લીમટવાડા ગામ જઈને એક કલાકની ભારે જહેમત બાદ આ અજગર ને સહી સલામત પકડીને દૂર જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો ત્યારબાદ લોકો એ રાહત મેળવી હતી અજગર એક નિશાચર સરીસૃર્પ છે તે ખોરાકની શોધમાં માનવ વસ્તી આવી જતા હોય ત્યારે લોકો માં ભય જરૂર ફેલાય છે પરંતુ નર્મદા જિલ્લા માં એક માત્ર વાઈલ્ડ સેવિયર ની ટીમના યુવાનો આ બાબતે જાગૃત હોય તાત્કાલિક સ્થળ પર પોહચી કામગીરી કરતા લોકો એનો નિઃશુલ્ક લાભ લે છે ત્યારે આવી સંસ્થા ના યુવાનો ની પ્રશંસા કરવી જોઈએ અને વન વિભાગ સહીત ના તંત્ર ના લાગતા વળગતા અધિકારીઓ એ આ યુવાનો ની કામગીરી માં સહભાગી થઈ જરૂરી સાધનો ની મદદ કરી એમની કામગીરી ને વધુ સારી બનાવવા પ્રયાસ કરવો જોઈએ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY