માસૂમને શિક્ષકે નિર્દયતાથી માર્યો, મોંમાં ડંડો નાંખવાથી ગયો અવાજ

0
106

એહમદનગર,
તા.૧૪/૪/૨૦૧૮

મહારાષ્ટના એહમદનગરમાં એક શિક્ષકે ક્રુરતાની બધી હદો પાર કરી દીધી છે. શિક્ષકએ બીજા ધોરણના બાળકને એ રીતે માર માર્યો કે તેનો અવાજ જતો રહ્યો. આરોપી શિક્ષક સામે એહમદનગરના કર્જત પોલીસ સ્ટેશન પર કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકની ભૂલ માત્ર એટલી હતી કે તે ગણિતના સવાલનો જવાબ આપી ન હતો શક્્યો. આ બાળકની દવાખાનામાં સારવાર ચાલી રહી છે.

આ મામલે મળતી જાણકારી પ્રમાણે એહમદનગરમાં એક શિક્ષકે બીજા ધોરણના માસૂમને ગણિતનો જવાબ ન આવડતા તેને ઘણો માર માર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષકે બાળકને માર મારતા મારતા તેના મોંમાં ડંડો નાંખી દીધો હતો. જેના કારણે તેનો અવાજ જતો રહ્યો હતો.

બાળકને તરત જ નજીકના દવાખાનામાં કરવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આરોપી શિક્ષક ચંદ્રકાંત સામે અહમદનગરના કર્જત પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY