કોમનવેલ્થ ગેમ્સ ભારતનો ગોલ્ડ પરફોર્મન્સ; અનેક ચંદ્રકો જીત્યા

0
85

નવી દિલ્હી,
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો જારદાર દેખાવ આજે જારી રહ્યો હતો. આજે દસમાં દિવસે ભારતે સુવર્ણ દેખાવ કરીને આઠ સુવર્ણ ચંદ્રક સહિત ૧૫થી વધુ મેડલો જીતીને જારદાર સપાટો બોલાવ્યો હતો. ભારતે ત્રણ કાંસ્ય અને ત્રણ સિલ્વર મેડલ પણ જીતી લીધા છે. બોક્સિંગમાં મેરી કોમ, ગૌરવ સોલંકી, શૂટિંગમાં સંજીવ રાજપૂત અને નિરજ ચોપરાએ ભાલાફેંકને ભારતને સુવર્ણ જીતાડવામાં સફળતા મેળવી હતી. પુરુષોના વર્ષમાં સિંગલ્સમાં બેડમિંટનમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતના એચએસ પ્રનોયે ઇંગ્લેન્ડના રાજીવ ઓસફ સામે ૨૧-૧૭, ૨૩-૨૫, ૯-૨૧થી હારી ગયો હતો. બોક્સિંગમાં ૭૫ કિલોગ્રામ મેચમાં વિકાસ કૃષ્ણએ ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી. ટેબલ ટેનિસમાં ભારતની હરમીત દેસાઈ અને શનિલ શંકર શેટ્ટીની જાડીએ સિંગાપોરની જાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. જા કે, હોકીમાં ભારતને મોટો ફટકો પડ્યો હતો. ભારતની ઇંગ્લેન્ડ સામે ૧-૨થી હાર થઇ હતી. અન્ય રમતોમાં પણ ભારતીય ટીમનો આજે જારદાર દેખાવ રહ્યો હતો. સ્કવેશમાં દિપીકા પલ્લીકલ અને સૌરવ ભાવસારની જાડીએ સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ભારતીય બોક્સર સતીષ કુમાર ઇંગ્લેન્ડના ફ્રેઝર ક્લાર્ક સામે ૫૧ કિલોગ્રામ વર્ગમાં હારી જતાં સિલ્વરથી સંતોષ માનવાની ફરજ પડી હતી. આજે ભારતીય ખેલાડીઓ માટે જારદાર દિવસ રહ્યો હતો. ટેબલ ટેનિસમાં ભારત તરફથી મણિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આજે ૧૦ દિવસે ભારતના મેડલની સંખ્યાનો આંકડો વધીને ૫૬ ઉપર પહોંચ્યો હતો. જેમાં ૨૬ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. વધારે ગોલ્ડ મેડલ જીતે તેવી શક્યતા છે. મેરી કોમ અને ગૌરવ સોલંકી બાદ બોક્સિંગમાં ભારતને હજુ પણ ચન્દ્રકો મળી શકે છે. મનીષ કૌશિક પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ૬૦ કિલોગ્રામમાં તે ઓસ્ટ્રેલિયાના હેરી સામે રમી રહ્યો છે. મેરી કોમ બાદ ગૌરવ સૌલંકીએ જારદાર દેખાવ કર્યો હતો. ભારતે હજુ સુધી કોમનવેલ્થમાં ધરખમ દેખાવ કર્યો છે. ભારતને ૨૬ ગોલ્ડ મેડલ મળી ચુક્યા છે. આવી જ રીતે શુટર સંજીવ રાજપુતે પણ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ૨૧મા કોમનવેલ્થ ગેમ્સમાં પાંચ વખતની વર્લ્ડ ચેÂમ્પયન એમએસ મેરી કોમે ગોલ્ડ મેડલ જીતીને સાબિતી આપી દીધી છે કે તેના પંચનો હજુ પણ કોઇ જવાબ નથી. ૩૫ વર્ષીય મેરી કોમે ૪૫-૪૮ કિલોગરામ કેટેગરીની ફાઇનલ મેચમાં નોર્ધર્ન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓહારાને ૫-૦થી હાર આપી હતી. લંડન ઓલિÂમ્પક ૨૦૧૨માં કાસ્ય જીતવામાં મેરી કોમ સફળ રહી હતી. મેરી કોમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે. ભારતે હજુ સુધી ૨૦ ગોલ્ડ જીતી લીધા છે. ગોલ્ડન ફાઇટમાં મેરી કોમે શરૂઆતમાં બચાવ કર્યો હતો. જા કે છેલ્લે જારદાર રમત રમી હતી. મેરી કોમે ફુટવર્કની સાથે સાથે પોતાના ડાબા હાથનો જારદાર ઉપયોગ કરી રહી હતી. તેમના લેફ્ટ હુકની આગળ નોર્ધર્ન આયરલેન્ડની બોક્સર ફ્લોપ રહી હતી. ઓહારાની પાસે મેરીકોમના દમદાર પંચ અને ફિટનેસનો કોઇ જવાબ ન હતો. મેરિકોમે મેચને એકતરફી બનાવી દીધી હતી. પાંચ મહિના પહેલા એશિયન ચેÂમ્પયનશીપમાં મેરી કોમે ગોલ્ડ જીતી લેવામાં સફળતા મેળવી હતી. પુરુષ હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલની આશા હતી પરંતુ ઇંગ્લેન્ડની સામે ભારતની હાર થઇ હતી. આ વખતે હોકી ટીમને કોઇપણ ચંદ્રક વગર પરત ફરવાની ફરજ પડી છે. આ પહેલા પુરુષ હોકી ટીમ ૨૦૧૦માં નવી દિલ્હીમાં અને ૨૦૧૪માં ગ્લાસગોવ કોમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હત. કુશ્તીમાં ભારતના સુમિતે ૧૨૫ કિલોગ્રામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં વોકઓવર મળ્યા બાદ સુવર્ણ જીતવામાં સફળતા મેળવી હતી. આવી જ રીતે વિનેશ ફોગાટે ૫૦ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ જીતી લેવામાં સફળતા મેળવી હતી. જ્યારે નિરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાં ભાલાફેંક અથવા જ્વેલીનમાં સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. મેરી કોમે પોતાનું પ્રભુત્વ બોક્સિંગમાં જાળવી રાખ્યું હતું. મેરીકોમ ૪૮ કિલોગ્રામ વર્ગમાં મહિલા બોક્સિંગમાં સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ હતી. આજે શનિવારનો દિવસ ભારત માટે ખુબ શાનદાર રહ્યો હતો. બેલમોન્ટ શૂટિંગ સેન્ટર પર સંજીવ રાજપૂતે ૫૦ મિટર રાયફળ-૩ પોઝીસન સ્પર્ધામાં સુવર્ણ જીતી લીધો હતો. બીજી બાજુ
આભાર – નિહારીકા રવિયા બેડમિંટનમાં પણ પીવી સંધુ અને સાયનાની જાડી સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચી ગઇ છે અને હવે ગોલ્ડ મેડલ સ્પર્ધા પણ આ બંને ખેલાડીઓ વચ્ચે રમાશે. સિંગલ્સમાં પોતપોતાની મેચો જીતી બંને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ફાઈનલમાં ગોલ્ડ જીતનાર અને સિલ્વર જીતનાર પણ ભારતીય જ રહેશે. એટલે કે બે ચંદ્રક બીજા મળશે. બીજી બાજુ સિક્કી રેડ્ડી અને પોન્નપાની જાડી મહિલા ડબલ્સમાં સેમિફાઇનલમાં હારી ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY