માતાએ ચુલામાંથી સળગતું લાકડું કાઢીને બાળકને દીપડાના મોંઢામાંથી છોડાવ્યો

0
84

કોટડાસાંગાણી,
તા.૧૫/૪/૨૦૧૮

રાજકોટના કોટડાસાંગાણીમા દિપડાએ પાંચ વર્ષના બાળક પર જીવલેણ હુમલો કરતા ગંભીર હાલત સરકારી હોસ્પટલમા ખસેડાયો હતો. આ બનાવમાં વન વિભાગની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક લોકોમા ભારે રોષ ફેલાયો છે.

રાજકોટના કોટડાસાંગાણીની સીમમાં પેટીયુ રળતા મજુરના બાળક પર દિપડાએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. સંજયભાઈ નાયક મુળ છોટાઉદેપુરના કડીલા ગામના રહેવાસી છે અને હાલ રાજકોટના કોટડાસાંગાણીમા અરડોઈ રોડ પર ઠાકોર મુળવાજી કોલેજ પાછળ હરેશભાઈ ધીરુભાઈ ભુતની વાડીએ મજુરી કરી ગુજરાન ચલાવે છે. રાતના આઠ વાગ્યાની આસપાસ વાડીએ આવેલ મકાનની સામે બેઠા હતા અને તેમનો પાંચ વર્ષનો પુત્ર પાસે જ રમી રહ્યો હતો.

ત્યારે અચાનક દિપડાએ રોહિત પર હુમલો કરતા પાસે રસોઈ કરતી તેની માતા હેબતાઈ ગઈ હતી અને રોહીતે રાડારાડ કરતા માતાએ હિંમત દાખવી અને ચુલા માથી સળગતુ લાકડુ કાઢી દિપડાને અડાડતા દિપડો ભાગી છુટ્યો હતો.

રોહીતની બૂમાબૂમ સાંભળીને આસપાસના ખેડુતો ત્યા દોડી આવ્યા હતા. રોહિતને માથાના પાછળના ભાગે અને કાનમા ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે કોટડાસાંગાણીની સિવિલ હોસ્પટલે ખસેડાયો હતો. જ્યાના મેડિકલ ઓફિસર ઢોલરીયા સાહેબે રોહિતની પ્રાથમિક સારવાર કરી હતી અને માથાના પાછળના ભાગે સાત ટાંકા લેવા પડ્યા હતા. ઈજાના નિશાનો વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે બાળકને ગોંડલમાં ખસેડાયો હતો.

જા રોહિતની માતાએ હિંમત ન દાખવી હોય તો દીપડો રોહિતનો પ્રાણ લઈ લેત.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY