ગાંધીનગર, તા.૩
જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાનું ભાજપમાં જવું કોંગ્રેસ માટે મોટો ફટકો છે, ત્યારે બીજા મોટો ફટકો ભાજપને પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા ભોળાભાઈ ગોહિલે કોંગ્રેસની વાટ પકડી છે. ભાજપથી રિસાયેલા ભોળાભાઈ ગોહિલનું આજે કોંગ્રેસમાં ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભોળાભાઈ ગોહિલનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું.
જસદણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ભાજપમાં જાડાયા હતા. ત્યારે આજે ફરી ભાજપ છોડી કોંગ્રેસમાં જાડાયા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આજે જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જાડાયા છે ત્યારે ભોળાભાઇ ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાયા છે.
મીડિયાને સંબોધતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ, ભાજપ પોતાની પડી રહેલી લોકપ્રિયતાને કારણે કોંગ્રેસના નેતાઓ તોડવાનો પ્રયાસ કરી રહ્યુ છે. કુંવરજી બાવળીયાને કોંગ્રેસે અનેકવાર મોટી તકો આપી છે, તેમ છતાં કુંવરજીએ ભાજપનો સાથ પકડ્યો છે.
તો બીજી તરફ પરેશ ધાનાણીએ કÌšં કે, વિતેલા વર્ષોમાં ભાજપ તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. તેમના કાર્યકર્તાઓમાં અસંતોષ છે. હવે તેમના નેતાઓ પક્ષમાં સંઘર્ષ કરી રહ્યા છે, અને બળવો કરી રહ્યા છે. ત્યારે તેઓ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. કુંવરજીભાઈએ કોંગ્રેસમાં અન્યાય છે તે વાત ઉઠાવી. તેમણે કેટલાય વર્ષોથી કોંગ્રેસે તેમને અને તેમના બહેન અને દીકરીને ચૂંટણીમાં સ્થાન આપ્યું. કુંવરજી પોતાના વ્યક્તિગત હિતોને પોષવા માટે સમાજને દિવાલ બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસે તેમને હંમેશા સ્થાન આપીને તેમના પરિવારવાદને પોષ્યો છે. ભોળાભાઈ ફરી કોંગ્રેસમાં જાડાયા તેમનું અમે હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે.
ભોળાભાઇ ગોહિલ જસદણના પૂર્વ કોંગ્રસના ધારાસભ્ય છે. તેઓએ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભરત બોઘરાને પરાજય આપી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ગત રાજ્યસભાની ચૂંટણીમાં ભોળાભાઇએ ભાજપના ઉમેદવારને મત આપતા તેમને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતા. બાદમાં તેઓ લાપતા છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. થોડા દિવસ પહેલા જ વીંછિયામાં કુંવરજીભાઇ બાવળીયાની આગેવાનીમાં કોળી સમાજનું સમરસતા સંમેલન યોજાયું હતું. ત્યારે ભોળાભાઇ અને કુંવરજીભાઇ બન્ને એક મંચ પર જાવા મળ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



