ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાના પેટમાં બાળકના મોત બાદ માતાનું પણ મોત

0
85

સુરત,
તા.૧૫/૪/૨૦૧૮

સચિનના લોજપોર ખાતે આવેલી એક હોસ્પટલમાં ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાના પેટમાં બાળકના મોત બાદ માતાનું પણ મોત નિપજતા હોબાળો મચી ગયો હતો. ડોક્ટરની બેદરકારીથી માતાનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપો કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના ગોપાલ ગંજના રહેવાસી નીલમ ગુપ્તા સુરતમાં સચીન તલગપુર ખાતે આવેલી સરદાર નગરમાં પરિવાર સાથે રહેતી હતી. નીલમ છેલ્લા ત્રણ દિવસથી પ્રેગનન્સીને લઈને સચિનમાં લોજપોર ખાતે આવેલી રોહિમીયા સાર્વજનિક હોસ્પટલમાં દાખલ હતી. દરમિયાન પ્રસુતના પેટમાં જ બાળકનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

ગર્ભમાં જ બાળકનું મોત નિપજ્યા બાદ પ્રસુતાની તબિયત લથડી હતી. જેથી તેણીને અન્ય હોસ્પટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પ્રસુતાને ખેંચ આવવાથી મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોએ હોસ્પટલમાં હોબાળો મચાવી દીધો હતો. અને પ્રસુતાના પેટમાં રહેલા મૃત બાળકને કાઢવામાં ન આવતા માતાનું પણ મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY