ન્યુ દિલ્હી,તા.૧૬
એક કપલ પોતાની ચાર વર્ષની દીકરીને ભૂલીને એરપોર્ટથી બહાર નીકળી ગયું. બાળકીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને ન જાયા તો તે રડવા લાગી અને તે બાળકી ઝ્રઇઁહ્લનાં જવાનોની નજરે ચઢી. જવાનોએ જ્યારે બાળકીને પુછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેનાં મમ્મી-પપ્પા નથી મળતાં. ત્યારબાદ બાળકીના પેરેન્ટ્સને એરપોર્ટ પર શોધવામાં આવ્યા, પરંતુ તે મળ્યા નહીં. ત્યારપછી ઝ્રઝ્ર્ફ કેમેરામાં બાળકીના પેરેન્ટ્સને શોધવાની શરુઆત કરવામાં આવી, તો ટર્મિનલથી બહાર નીકળતાં પોતાના પેરેન્ટ્સને બાળકીએ ઓળખી કાઢ્યા. ઝ્રઇઁહ્લના જવાન તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને બાળકીને પેરેન્ટ્સને સોંપી.
ઝ્રઇઁહ્લએ જણાવ્યું કે, આ કેસ સોમવાર રાત ૯.૨૫ મિનિટનો છે. અહીં સુલભ ભાટિયા અને સ્નેહા ભાટિયા પોતાની ચાર વર્ષની દીકરી સાથે સ્પાઈસજેટની ફ્લાઈટથી જયપુરથી દિલ્હી આવ્યા હતા. આ લોકો ટર્મિનલ-૧ઝ્રથી બહાર આવી રહ્યા હતા. લગેજ બેલ્ટ પરથી લગેજ ઉઠાવીને એરપોર્ટથી બહાર નીકળવાની ઉતાવળમાં આ કપલ પોતાની ચાર વર્ષની દીકરીને ભૂલી જ ગયું. બાળકીએ પોતાના માતા-પિતાને ન જાયા તો તે ગભરાઈ ગઈ અને રડવા લાગી. બાળકી ચુપ થઈ તો તેણે પોતાના માતા-પિતા વિષે જણાવ્યું. ઝ્રઝ્ર્ફ કેમેરાની મદદથી બાળકીના પેરેન્ટ્સને શોધી કાઢવામાં આવ્યા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"